Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ગંદુ પાણી આવતા રોગચાળો વકર્યો.

Share

લીબડી સિવિલ હોસ્પિટલમાં એક સમયે માંડ બે થી ત્રણ દર્દીઓ દાખલ રહેતા હતા ત્યારે હાલ લીબડી સિવિલ હોસ્પિટલમાં મેઈલ વોર્ડ અને ફિમેઈલ વોર્ડ ભરચક બન્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો લીબડી સિવિલ હોસ્પિટલમા ફરજ બજાવતા ડોક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ અને વર્ગ ચારનાં કર્મચારીઓ ખડેપગે રહીને દર્દીઓને તમામ પ્રકારની આરોગ્યલક્ષી સેવા પુરી પાડી રહ્યાં છે ત્યારે બીજી તરફ લોકચર્ચા એવી થઈ રહી છે કે લીબડી નગરપાલિકા દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે તે છેલ્લા ઘણા સમયથી ડહોળું પાણી આવે છે જેના કારણે આ રોગચાળો વકર્યો છે ત્યારે વધુ ભાગે લીબડી સિવિલ હોસ્પિટલમાં તાવ, ઝાડા ઉલ્ટી, કમળાના કેસો વધુ જોવા મળી રહ્યા છે. લીબડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અસંખ્ય પ્રમાણમાં સારવાર અર્થે દોડી આવે છે તેમજ અમુક દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે ત્યારે હાલ આરોગ્યની સ્થિતિ કથળી હોય તેમ જણાય આવે છે તો નગરપાલિકા દ્વારા શુધ્ધ પાણી આપવામા આવે તેવી માંગ ઉઠી છે

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરતના મોટામિયા માંગરોળ ખાતે ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીની હાજરીમાં સંદલ વિધિ સંપન્ન કરાઈ.

ProudOfGujarat

ઝઘડિયાનાં ગોરાટીયા ગામે આવેલ મહેમાને મહિલાને કુહાડી મારી હુમલો કર્યો.

ProudOfGujarat

ભરૂચ : કસક ગળનાળા નીચે મૃત પામેલ ભિક્ષુકની સ્મશાનધામના સંચાલકોએ કામગીરી હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!