Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચુડા તાલુકાના ખાડીયા ગામ પાસે રેતીના પ્લાન્ટ પાસે એક વ્યક્તિનુ હાઈટેન્સન લાઈનમાં સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજયું હતું

Share

હાલ થોડા સમય પહેલા ચુડા તાલુકામાં એક મોટી ઘટના હતી ત્યારે પીજીવીસીએલ ના કારણે કારોલ ગામે સોટ લાગતા ઘટના સ્થળે એક વ્યક્તિનુ મોત નિપજયું હતું ત્યારે હજુ 10 દિવસ પુરા થયા છે ત્યારે આજે વળી ચુડા તાલુકાના ખાડીયા ગામ પાસે રેતીના પ્લાન્ટ પાસે એક વ્યક્તિ રવિન્દ્ર રાય ઉંમર વર્ષ આશરે 45નુ હાઈટેન્સન લાઈનમાં સોટ લાગતા ઘટના સ્થળે મોત નિપજયું હતું ત્યારે આ રેતીના પ્લાન્ટના લોકો દ્વારા પીજીવીસીએલ ને અવાર નવાર જણાવવામાં આવ્યું હતું કે અમારા પ્લાન્ટ પરથી પસાર થતી હેવી લાઇનનો વાયર નીચે આવી ગયેલ છે તેમ છતાં પીજીવીસીએલના આંખ આડા કાન કરવામાં આવતા આજે એક વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ પીજીવીસીએલની બેદરકારીને કારણે છેલ્લા એક મહિનામાં ચુડા તાલુકામા ગોખરવાળા,કારોલ અને આજે ખાડીયા ગામે વધુ એક જીવ પીજીવીસીએલની બેદરકારીને કારણે ગયો છે.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

જંબુસર ખાતે અાંકડાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે INVESTITURE CEREMONY યોજાઇ.

ProudOfGujarat

વડોદરા : ભારતીય ટપાલ વિભાગ દ્વારા પોસ્ટલ સપ્તાહ હેઠળ “વિત્તિય સશક્તિકરણ દિવસ” ની ઉજવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!