ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ખેતરમાં ઉભા પાક અને પાથરામાં નુકશાની થઈ છે. જે અંગે રાજ્ય સરકારની સૂચના મુજબ ખેતીવાડી ખાતા દ્વારા તાત્કાલીક સર્વેની કામગીરી હાથ ધરવામાં આવનાર છે....
વાંકલ :: માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.આ અંતર્ગત...
ભરૂચ લોહપુરુષ અને ભારતની એકતાના પ્રતિક શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ભરૂચ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને અન્ય મહાનુભાવોએ કલેક્ટર કચેરી ખાતેથી ફલેગ ઓફ કરાવી રન ફોર યુનિટીનો શુભારંભ કરાવ્યો હતો. આ દોડ કલેક્ટર કચેરીથી શક્તિનાથ સર્કલ પંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સર્વે ઉપસ્થિતોએ દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની જાળવણી અને રક્ષણના સંકલ્પ લીધા હતા. એકતાની આ દોડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણા, અધિક નિવાસી કલેક્ટર શ્રી એન. આર. ધાંધલ, જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સહિત અન્ય મહાનુભાવો તથા પોલીસ વિભાગ, ડી.એલ.એસ.એસ.ના વિધાર્થીઓ, એનસીસી કેડેટ્સ, હોમગાર્ડસ, શાળાના વિદ્યાર્થીઓ, તથા બહોળી સંખ્યામાં નગરવાસીઓએ ઉત્સાહપૂર્વક દોડ લગાવી એકતા પર્વની ઉજવણી કરી હતી....