Proud of Gujarat
FeaturedGujaratINDIA

તળાજા તાલુકાના અલંગ બંદર પર લાગ્યું 3 નંબરનું સિગ્નલ, કાંઠા વિસ્તારનાં લોકોને કરવામાં આવ્યા સાવચેત.

Share

હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર સજ્જ થયું છે. એનડીઆરફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. રાજ્યના અનેક વિસ્તારમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજ્યમાં હજી પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહીને પગલે દરિયામાં કરંન્ટ જોવા મળી રહ્યો છે. ત્યારે અલંગના બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તળાજા તાલુકાના અલંગના દરિયા કાંઠેના વિસ્તારમાં તંત્ર દ્વારા સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેને લઈને તળાજા દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં સાવચેત રહેવા સૂચના પણ આપવામાં આવી છે.

Advertisement

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વરસાદ અને પવનની ગતિ વધી શકે છે જેથી કોઈ અઘટિત ઘટના ના બને તે માટે સાવચેતી ના પગલાના ભાગરૂપે અલંગ ખાતે ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયુ છે.


Share

Related posts

નડિયાદમાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૪ મો પ્રકાશ ઉત્સવ ઉજવાયો

ProudOfGujarat

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી : મદદનીશ કમિશ્નર નિલેશ દુબેએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!