Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હરીશ વસાવાની પુનઃ નિમણૂક કરાઇ.

Share

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરની સૂચના અનુસાર ઉમરપાડા તાલુકા કોંગ્રસ સમિતિના પ્રમુખ તરીકે હરીશ વસાવાની પુનઃ નિમણૂક કરવામાં આવતા સમગ્ર ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં આનંદની લહેર કાર્યકરોમાં જોવા મળી રહી છે. તેઓ સંગઠનમાં માહિર છે તેમને વર્ષોનો અનુભવ છે. પાર્ટી તરફથી અનેક કાર્યક્રમોમાં સક્રિય રીતે કોંગ્રેસ પક્ષને મજબૂત કરવાનું પ્રયત્નો કર્યા છે.

તેમની કારકિર્દીમાં તેઓ ગ્રેજ્યુએટ છે.સતત બે વર્ષથી વાડી ગામના સરપંચ તરીકે સેવા આપી હાલ અનેક રાજકીય પ્રવૃત્તિ તેમના દ્વારા કરવામાં આવી, મેડિકલ કેમ્પ, કોવિડ સહાયના ફોર્મ ભરવામાં મદદરૂપ બન્યા હતા, કોંગ્રેસ ડિજીટલ મેમ્બર શીપની પણ તેમની કામગીરી સંતોષકારક રહી હતી. મોંઘવારી ભાવ વધારો, બેકાર યુવાનોને રોજગાર મળે તે માટે અનેક વખતોવખત તેમણે સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. લોકોના પ્રશ્નોને વાંચા આપવા તેઓ સતત લડતા રહ્યા. તાપી પારલિંક યોજનાનું પણ તેઓ સતત વિરોધ કરતા રહ્યા, આ એમની કામગીરી સંતોષ કારક જણાતા એમને ફરી ઉમરપાડા કોંગ્રેસ સમિતીના પ્રમુખ તરીકેનો ચાર્જ પ્રદેશ પ્રમુખ તરફથી થતા ઉંમરપાડા અને માંગરોળ તાલુકાના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આવનાર વિધાનસભાની ચુંટણીમાં તેઓ સંગઠન કરી મહત્વની ભૂમિકા ભજવશે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

શહેરા તાલુકાના નાડા ગામે એક તળાવમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

ઉમરપાડાનાં જંગલ વિસ્તારમાં ભરવાડ પશુપાલકો આદિવાસીઓનાં હક પર તરાપ મારતા આક્રોશ ફેલાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં માનનીય મંત્રી શ્રી ગણપત સિંહ વસાવાની આગેવાની હેઠળ ખેડૂતો, વેપારી અને મિત્રો વર્તુળોમાંથી આશરે 11લાખ રૂપિયાનો ચેક સરકારમાં જમા કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!