Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા નેશનલ હાઇવે 48 પર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત.

Share

વડોદરાથી અમદાવાદ જતાં નેશનલ હાઇવે 48 પર એરફોર્સ બ્રિજ દરજીપૂરા ખાતે ટ્રક સાઈડમાં લેતા બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બંને ટ્રક બ્રિજ નીચે પડતાં માંડ બચી હતી. સદનસીબે બંને ટ્રકના ડ્રાઈવરોને નાની-મોટી ઇજાઓ થઈ હોવાની માહિતી સાંપડી રહી છે. હાઇવે પોલીસ તથા હરણી પોલીસ બનાવના પગલે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિક નિયમનની કામગીરી સંભાળી હતી. સદર બનાવ તરીના 3 વાગ્યાની આસપાસ બન્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. આ લખાઈ છે ત્યાં સુધી બ્રિજ પરથી અકસ્માત સર્જનાર ટ્રકોને હટાવાઈ નથી જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાવા પામી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે મોબાઈલ મેડિકલ યુનિટ એમ્બ્યુલન્સ શરૂ કરાઇ

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દેહવ્યાપારનું રેકેટ ઝડપાયું : ૧૨ બાંગ્લાદેશી-૨ પશ્ચિમ બંગાળની યુવતિઓને બચાવાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજમાં ઈ-એફ.આઈ.આર અને સાઈબર ક્રાઈમ જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!