Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : ડભોઇના ચાણોદ કરનાળીના બ્રિજ ઉપરથી નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનો અનોખો નજારો.

Share

સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં ૫.૬૨ લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેને કારણે નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને તેની સપાટીમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે અત્યારે અનેક લોકોનું સ્થળાંતર કર્યા હોવાનું જાણવા મળે છે. વડોદરા જિલ્લા કલેકટરે આ લોકમાતા બે કાંઠે છલકાતી હોવાથી કાંઠાના ગામોમાં સંપૂર્ણ સાવચેતી રાખવા અને ખાસ કરીને શ્રધ્ધાળુઓ અને તીર્થ યાત્રીઓને પાણી સાથે કોઈ સાહસ ન કરવા અનુરોધ કર્યો છે. ઉપરોક્ત સમયે સરદાર સરોવર જળાશયમાં ઉપરવાસમાંથી ૫૯૩૬૬૯ ક્યુસેક જળ આવક હતી અને ડેમ ખાતે પાણીની સપાટી ૧૩૪.૩૩ મીટર હતી. હાલમાં નદીમાં ખુલ્લા દરવાજાઓમાંથી ૫ લાખ ક્યુસેક અને બે જળ વિદ્યુત મથકોમાંથી ૬૨૯૯૨ ક્યુસેક જળ પ્રવાહ વહાવવામાં આવી રહ્યો છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે જેથી નીચાણવાળા વિસ્તારના ગામોના રહીશોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું છે. જ્યારે નીચાણવાળા વિસ્તારના ગામોમાં રહેતા લોકોને સાવચેતીના પગલાં લેવા અને પાણીની સપાટીમાં ઉતરોતર થતો વધારો જોતા સાવચેત રહેવા જણાવ્યું છે. નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિની સાથે સાથે ચાણોદ કરનાળી વચ્ચે નર્મદા નદી, ઓરસંગ નદી અને લુપ્ત થયેલી સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનો અદભુત નજારો સર્જાયો હતો. નર્મદા નદીમાં પાણીનું જળસ્તર વધવાને કારણે ઓરસંગ નદીની સપાટી પણ વધી છે અને બે કાંઠે વહેતી થઈ છે.

Advertisement

Share

Related posts

સુરત : ધો. ૧૦ની વિદ્યાર્થીની પર ૫ યુવકોએ કર્યો રેપ.

ProudOfGujarat

ધરમપુરના સજનીબરડામાં દેશી બનાવટી બંદૂક બનાવવાનું કારખાનું ઝડપાયું :નવસારી એસઓજીએ બે શખ્શોને દબોચ્યા…

ProudOfGujarat

ભરૂચનાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ કિનારે એક મહિલાની લાશ નર્મદા નદીમાં મળી આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!