Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીના મૃતકોને શ્રદ્ધાંજલિ અપાઈ.

Share

વડોદરા જિલ્લા સેવા સદન કચેરીના ધારાસભા ખંડ ખાતે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવા હેતુ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રાર્થના સભામાં હાજર સૌ લોકોએ બે મિનિટનું મૌન પાળી મૃતકોને અંજલી અર્પી હતી. દુઃખદ મૃત્યુ પામનાર લોકોના પરિવારજનને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન આપે સાથે જ ઇજાગ્રસ્ત લોકો વહેલા સાજા થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ધારાસભા ખંડમાં જિલ્લા કલેકટર અતુલ ગોર જિલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તો ધારાસભા ખંડની બાજુમાં આવેલ પોલીસ મહાન નિરીક્ષક વડોદરા વિભાગની કચેરી ખાતે પણ મોરબી દુર્ઘટના મૃતકોને શ્રદ્ધાંજલિ હેતુ પ્રાર્થના સભા યોજાઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ APMC માં લાગેલ આગને પગલે રાજકીય વાતાવરણ ગરમાયું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રજાસત્તાક પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા ઇલાવ ખાતે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!