Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાની શહેર વાડી વિધાનસભા બેઠકના ઉમેદવાર મતદાનથી વંચિત..જાણો કેમ?

Share

વડોદરાની શહેર વાડી વિધાનસભાના રામદેવપીરની ચાલી તુલસીવાડી વિસ્તારમાં રહેતા રાજુભાઈ ચાવડા છેલ્લા બે વખતથી મતદાનના દિવસે મતદાન કરવા જતા તેમનું નામ મતદાર યાદીમાં ન હોવાથી તેઓ મતદાનથી વંચિત રહી જાય છે. આ બાબતે તેઓએ સરકારી કચેરીઓના અનેક ધક્કાઓ ખાધા બાદ પણ કોઈ નિરાકરણ નથી આવ્યું. આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શહેર વાડી વિધાનસભા બેઠકના ઉમેદવારને જ્યારે તેઓ મત આપવા માટે પહોંચ્યા ત્યારે તેમનું નામ મતદાન યાદીમાં ન હોવાથી તેમને મતદાન કરવા દેવામાં આવ્યું ન હતું. જીવિત હોવા છતાં તેમનું નામ મતદારયાદીમાંથી નીકળી ગયું હોવાથી તેમને કોઈ સરકારી લાભ પણ મળતા નથી ત્યારે આજે તેઓએ પોતાની વ્યથા મીડિયા સમક્ષ વર્ણવી હતી અને તંત્ર મદદ કરે તેવી રજૂઆત મીડિયાના મારફતે કરી હતી.

Advertisement

Share

Related posts

વરસાદી માહોલ વચ્ચે ભરૂચ શહેર બન્યું ખાડામય, ઠેરઠેર મસ મોટા ખાડા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજીયા ઝુલુસ નીકળ્યા.

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષમાં ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની દિવ્યાંગ ભાઇઓ-બહેનોની ગોળા ફેંક સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!