Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનું ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન કરી રહ્યું છે દર્દીઓના સ્વજનોની ભોજન સેવા.

Share

ભારતીય સંસ્કૃતિમાં આંગણે આવેલા અતિથિને આવકાર અને ભૂખ્યાને ભોજન કરાવવાનો મહિમા ખુબ મોટો છે. નાત જાત ધર્મ કે સંપ્રદાયના ભેદ વગર સદીઓથી આગળ વધારવામાં આવી છે. દેશના તમામ ભાગોમાં આ માનવતા પ્રેરક પરંપરા બનીને વિકસી છે. બાળપણથી ધાર્મિક અને સાંસ્કૃતિક, બંને રીતે સંસ્કારોનું સિંચન તેના મૂળમાં છે.

વડોદરાનું ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) માનવધર્મ નિભાવવામાં હંમેશા આગળ રહે છે. સાંસદ રંજનબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ લક્ષ્મીનારાયણ મંદિર વણિક ટ્રસ્ટ અને દાતાઓના સહયોગથી સતત ૯ માસથી દર શનિવાર અને રવિવાર તથા રજાના દિવસોમાં ગોત્રી હોસ્પિટલ (GMERs હોસ્પિટલ) ના દરવાજા સામે સાત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસવામાં આવે છે. ભોજન સેવાથી પ્રભુ સેવાના ઉમદા આશયથી આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. મોટાભાગે લોકો વિચારતા હોય છે કે સેવા માટે ધનની જરૂર હોય છે પણ સેવા માટે ધન કરતા ઉદાર મનની વધારે જરૂર પડતી હોય છે. સવારના ૮:૩૦ થી બપોરના ૧:૦૦ વાગ્યા સુધી માત્ર ૫ રૂપિયામાં અવિરત ભોજન પીરસવામાં આવે છે. ૫ રૂપિયા પણ કોઈ મફત જમવાની શરમ ન અનુભવે તે માટે લેવામાં આવે છે, ટૂંકમાં રૂપિયા હોય કે ના હોય ભોજન તો દરેકને પીરસાય છે. ઈશ્વર કૃપા અને દાતાઓના અવિરત સહયોગથી આજસુધી ઇન્દ્રપ્રસ્થની ભોજન સેવામાં કોઈ અડચણ આવી નથી. ધોધમાર વરસાદવાળા ચોમાસામાં પણ ચાલતી રહી છે. ઇન્દરપ્રસ્થનું રસોડું એ ઈશ્વર ચલાવે છે. મંડળના કાર્યકરો માત્ર સેવા પ્રત્યેની ફરજ નિભાવે છે તેવી ઉમદા વિચારધારા આ સેવાનું ચાલક બળ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પલસાણાના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં રીક્ષાના ટાયરોની ચોરી કરતા બે શખ્સો ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર પાનોલી જી આઈ ડી સી માં આવેલ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો તેમજ ઘટના માં બે કામદાર ના મોત અને ત્રણ જેટલા કામદારો ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!