Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા ગોત્રી તળાવ પાસે બનાવેલ વિસામો શોભાના ગાંઠિયા સમાન…!!!

Share

વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત અનેક કામગીરી કરવામાં આવી છે પરંતુ ગોત્રી તળાવ પાસે સ્મશાની બાજુમાં જ કોર્પોરેશન દ્વારા વિસામો નાગરિકોના ટેક્સના રૂપિયાથી ખુબ સુંદર આયોજન કરાયું છે, કહી શકાય કે હાલમાં કચરા અને ધુળ ખાતી હાલતમાં જોવા મળે છે સાથે કેટલાક ગરીબ પરિવારના લોકો નીચે સુતેલા નજરે પડે છે સાથે વિસામો બનાવ્યા બાદ કોર્પોરેશન દ્વારા કોઈપણ જાતનું ધ્યાન ન આપતા હાલમાં ઝાડી ઝાંખરા ઊગી નીકળ્યા છે સાથે રાત્રિના સમયે દારૂની મહેફિલ ચાલી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. આજરોજ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા તપાસ કરતા જોવા મળ્યું હતું કે કોર્પોરેશન દ્વારા લાખોના ખર્ચે બનાવેલ વિસામાને સાર સંભાળ ન રાખતા આજે ખંડેર હાલતમાં જોવા મળે છે સાથે જણાવ્યું હતું કે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટેનું મસ મોટું ષડયંત્ર રચવુ હોય તેમ લાગી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કેટલીક કામગીરી અધુરી જોવા મળે છે. વડોદરા શહેરના મેયર મ્યુ. કમિશનર, ચેરમેન દ્વારા તાત્કાલિક ધોરણે સ્થળ સ્થિતિ તપાસીને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવું જોઈએ જેથી સ્થાનિક બાળકો, સીનીયર સીટીઝનો તેમજ મહિલાઓને સુવિધાઓ મળી શકે છે તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : વિધાનસભાના વિપક્ષના પ્રમુખ પરેશ ધાનાણીએ કેન્દ્ર અને ભાજપની સરકાર સામે આકરા પ્રહાર કર્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ તરીકે ભાવિશાબેન પટેલની વરણી.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના તેના પ્રિય મિત્ર રાજુ શ્રીવાસ્તવ વિશે કહે છે : “મારા માટે એ હકીકત સ્વીકારવી ખૂબ જ મુશ્કેલ છે કે તે હવે નથી”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!