Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : તરસાલી આઈ. ટી. આઈ. ખાતે નેશનલ યુવા વીકની ઉજવણી કરાઈ.

Share

વડોદરા શહેરના તરસાલી આઈ. ટી. આઈ. ખાતે નેશનલ યુવા વીકની ઉજવણી કરવામાં આવી હતી. જે નિમિતે છેલ્લા દિવસે અલગ અલગ વિષયને લઈને અનેકાવિધ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. ફિટર, કાર્પેન્ટર, પ્લમ્બર, બ્યુટી પાર્લર, ફેશન ડિઝાઇન, મહેંદી, ઇલેક્ટ્રિકલ, મિકેનિક અને ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક જેવા જુદા જુદા વ્યવસાયલક્ષી કોર્ષ અંતર્ગત પર મહત્વના અને લોકોપયોગી પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સ્માર્ટ પેકીંગ, ઇલેક્ટ્રિક વોટિંગ મશીન, હાઇડ્રોલિક જે. સી. બી., મીની રૂમ હીટર, રિમોટ કન્ટ્રોલ વેક્યુમ ક્લિનર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વોટર પ્યોરીફાયર તેમજ સોલાર ટ્રેન જેવી પ્રતિકૃતિ તાલીમાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ દરમ્યાન રજૂ કરી હતી.

જેમાં ઇલેક્ટ્રિશીયન ટ્રેડના વિદ્યાર્થી અનુરાગ યાદવ અને તડવી હર્ષદ એ પ્યોરિફાયર પ્રોજેક્ટ અંતર્ગત એવો પ્રોજેક્ટ તૈયાર કર્યો જેના થકી કોઈપણ તળાવ કે નદીઓના પાણીમાં થતા કચરાનો નિકાલ કરી શકાય છે. તેઓના જણાવ્યા મુજબ આ વોટર પ્યોરિફાયર મશીન થકી નદી – તળાવ સાફ કરવામાં સરળતા રહે છે, તો બીજી તરફ તે જ ટ્રેડના અન્ય વિદ્યાર્થીઓ પાટણવાડીયા સુમિત અને રાવલ જય એ વેસ્ટ કચરામાંથી ઇલેક્ટ્રિસીટી કઈ રીતે જનરેટ થાય તેનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત લોકો થકી ફેંકી દેવામાં આવેલ વેસ્ટને સળગાવીને તેના થકી જે ઉર્જા અને હિટ ઉત્પન્ન થાય તેને સોલાર પેનલમાં ઝીલીને તેને ઇલેક્ટ્રિસીટીમાં કનવર્ટ કરવાનું હોય છે, જેના થકી ૨ ફાયદા પબ્લિકને થઇ શકે એક તો કચરાનો સદુપયોગ સાથે નિકાલ અને બીજો પબ્લિકને મફતમાં લાઈટ મળી શકે.આમ, તરસાલી આઈ. ટી. આઈ. ના તાલીમાર્થીઓએ નાનાં મોટાં એવાં અનેકાવિધ પ્રોજેક્ટ થકી પોતાની આવડતને પ્રસ્તુત કરી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં નહેરુ યુવા કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર, આઈ. ટી. આઈ. ના પ્રિન્સિપાલ એ.આર. શાસ્ત્રી, સમગ્ર સ્ટાફની હાજરી ઉપરાંત મોટાભાગના વિધ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાત્મક કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા હેતુસર વિજેતાઓને ગુપ મુજબ મેડલ અને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા.


Share

Related posts

સુરત વન વિભાગ દ્વારા વિશ્વ વન દિવસ નિમિત્તે જંગલમાં રોપાઓનું વાવેતર કરાયું.

ProudOfGujarat

ભરૂચમાં નવલખા તથા ઘી કુડીયા મંડળો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા: નવલખી મેદાનમાં ક્રિકેટ રમવા યુવાનો ઉમટ્યા: કોરોના ગાઇડલાઇનના ઉડાવ્યા ધજાગરા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!