Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં એસ.ટી બસે એક્ટિવાને અડફેટે લેતા યુવતીનું મોત નીપજયું.

Share

સરકારી વાહન એસ.ટી બસના ચાલકો બેફામ બસને ચલાવતા હોય છે અને જેના કારણે ઘણીવાર અકસ્માતના દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે આજે વડોદરા શહેરના જેલ રોડ ખાતે એસ.ટી બસ અને એકટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બીકોમના ટીવાય માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીની કીર્તિ નાયક અને વૈભવી પ્રજાપતિ જેઓ તેમની એક્સટર્નલ પરીક્ષાનું પેપર પૂર્ણ કરીને તેમના ઘરે પરત ફરતા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 વર્ષીય કીર્તિ નાયકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું અને વૈભવી પ્રજાપતિને ગંભીર ઈજા આવી હતી તેને સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. અકસ્માતને લઈને સ્થળ પર લોકટોળાં પણ જામ્યા હતા અને ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. રાવપુરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથધરી હતી. અકસ્માત સર્જાતા એસટી બસનો ડ્રાઇવર ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.

એસટી બસના ડ્રાઇવરો ઘણીવાર નશાની હાલતમાં પણ ગાડી ચલાવતા હોય છે તેવું પણ ઘણીવાર બહાર આવ્યું છે સાથે જ અતિ ગતિથી વાહન ચલાવવાના કારણે બસના મુસાફરો સાથે જ વાહનચાલકોને પણ અકસ્માતનું ભોગ બનવું પડતો હોય છે આ ઘટના વારંવાર સર્જાતી હોય છે પરંતુ એસટી વિભાગ દ્વારા કોઈપણ જાતની કાયદેસરની કાર્યવાહી એસટી વિભાગના ડ્રાઇવરો પર નથી કરવામાં આવતી.

Advertisement

Share

Related posts

વડોદરા નજીક સિંધરોટ ગામ પાસે ઝાડીઓમાં ત્રણ સર્પો પ્રણય ક્રિડા કરતા લોકોમાં કુતૂહલ.

ProudOfGujarat

જંબુસરના કાવી ગામમાં બેન્ક ઓફ બરોડા માં ઇન્ટરનેટની સુવિધા ધીમી હોવાથી ગ્રાહકોને મુશ્કેલી

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ગામની નર્મદા હાઈસ્કૂલનું ધો.12 સાયન્સનું 68.9% પરિણામ આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!