Proud of Gujarat
FeaturedGujaratINDIA

મર્ડરનો ગુનો ડિટેકટ કરી ગણતરીના દિવસોમાં આરોપીઓને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ.

Share

તા.૨૨.૧.૨૦૨૩ નાં રોજ વાઘોડિયા તાલુકાના કાશીપુરાનાં ગુતાલ ગામની સીમમાં આવેલ તળાવમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. જે આબનાવમાં વાઘોડિયા પોલીસે આ પુરુષની લાશની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી. તેમજ આ પુરુષના મોતનો ભેદ ઉકેલવા માટે એલ.સી.બી.પોલીસ તેમજ એસ.ઓ.જી પોલીસ પણ કામે લાગી હતી ત્યારે પોલીસએ જાહેર કરેલા ફોટોગ્રાફી પરથી મોતને ભેટનાર ભત્રીજાની લાશની ઓળખ રાઠોડીયા ફતેસિંહ કાકાએ ઓળખી નાખી હતી અને પોલીસને માહિતી આપી.કે આ લાશ મારા ભત્રીજા રમેશ ઉર્ફે ડિસ્કો કાળુ રાઠોડીયાની છે.
જેને લઇ આ પુરુષની લાશની ઓળખ તથા પોલીસે આ બનાવમાં બાબતે વધુ તપાસ કરતા વાઘોડિયા તાલુકાના કાશીપુરા ગામ ખાતે રહેતા (૧) કલ્પેશકુમાર રતિલાલ પરમાર તેમજ(૨) તેનો નાના ભાઈની પૂછપરછ કરતા આ બંને ભાઈઓ એ પોલીસને માહિતી આપી કે આ રમેશ ઉર્ફે ડિસ્કો કાળુ રાઠોડિયાનું ખૂન અમોએ કરેલ છે તેમ પોલીસને જણાવ્યું હતું જેથી વાઘોડિયા પોલીસે આ બંને આરોપીની ધડપકડ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વોર્ડ નં.10 ના પેન્ડિંગ કાર્યો સત્વરે શરૂ કરવા નગરપાલિકા સમક્ષ રજૂઆત..

ProudOfGujarat

ભરૂચના કસક ગરનાળામાં ટ્રક ફસાઈ, વાહન ચાલકો અટવાયાં

ProudOfGujarat

રાજપીપળા : આગામી 31 ઓકટોબરનાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતા પરેડમાં ભાગ લેવા કેવડિયા આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!