Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ

Share

વાઘોડિયા તાલુકાના ઈશ્વરપુરા ગામ ખાતે અગાઉ કેટલાક અજાણ્યા ઈસમોએ ઈશ્વરપુરા ગામને ટાર્ગેટ બનાવી આ ગામના રહીશોને મારમારી તેમજ છુટા પથ્થર મારી ઇજાઓ પહોંચાડી કેટલાક રહીશોના મકાનમાંથી સોના ચાંદીના દાગીનાઓની લૂંટ ચલાવી આ અજાણ્યા લૂંટારાઓ નાસી છૂટ્યા હતા. જે આ બનાવનો ગુનો વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ.૨૮.૧.૨૦૧૯ નાં રોજ નોંધાયો હતો.

નોંધાયેલા આ ગુનામાં પોલીસએ તપાસ કરી પોલીસની કાર્યવાહીમાં અગાઉ સાતથી આઠ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને કેટલાક આ ગુનાના આરોપીઓ નાસતા ફરતા હતા જેને લઇ પોલીસ આ નાસતા ફરતા આરોપીને શોધી રહી હતી. ત્યારે આ ગુનાનો નાસતો ફરતો આરોપી મધ્યપ્રદેશ રાજ્યના જામુવા જિલ્લાનાં બોડીસર ગામનો કાસૂલોભાઈ દિપસગ બારીયા નામનો ધાડનાં ગુનાનો આરોપી છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો હતો. આ નાસતા ફરતા આરોપીની ચોક્કસ બાતમી મળતા આ આરોપીને પેરોલ સ્કોડની ટીમે વડોદરાના ભાયલી ગામેથી ઝડપી પાડી વાઘોડિયા પોલીસ સ્ટેશનએ આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે.

Advertisement

Share

Related posts

ગોધરાના જાણીતા “નેહરૂબાગ”નું નામ” અટલ ઉધાન “કરવાના નિર્ણયને લઈને જાગૃત નાગરિકોમાં કચવાટ ?

ProudOfGujarat

ઝઘડીયા ખાતે દશા શ્રીમાળી વણિક પંચ દ્વારા નવચંડી યજ્ઞ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા TDO બી.ડી.સિસોદીયાના વયનિવૃત્તિ થતાં સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!