Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ

Share

વડોદરા લક્ષ્મીપુરા રોડ પર ફર્નિચર તૈયાર કરતા એક ગોડાઉનમાં આજે સવારે આગનો બનાવ બનતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી.
લક્ષ્મીપુરા રોડ પર આંગન ટાવર પાસે પ્લોટમાં ફર્નિચર બનાવવાનું કામ કરવામાં આવતું હોવાથી ત્યાં ફર્નિચરનો સ્ટોક પણ રાખવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોએ ફર્નિચરના ગોડાઉનનો વિરોધ પણ કર્યો હતો. પરંતુ તેમની રજૂઆતો ધ્યાને લેવાતી ન હતી.

આજે સવારે ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં છવાયા હતા. જેને પગલે સ્થાનિકોમાં ગભરાટની લાગણી આપી હતી. ફાયર બ્રિગેડની મદદ લેવાતા એક કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી.

Advertisement

ઉપરોક્ત બનાવો અંગે સ્થાનિક રહીશોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે, દિવસ દરમિયાન બનાવ બન્યો હોવાથી જાનહાની થતા રહી હતી. જો રાત્રે જ આ બનાવ બન્યો હોત તો કોણ જવાબદાર હોત. કોર્પોરેશન એ સત્વરે આ બાબતે કામગીરી કરવી જરૂરી છે.


Share

Related posts

નડિયાદ : કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાં કાચુ મકાન ધરાશાયી થતાં એકનુ મોત, પાંચને ઇજા

ProudOfGujarat

રોટરી ડીસ્ટીકટ ૩૦૬૦ દ્વારા મલ્ટી વેન્યુ ક્વીઝનું આયોજન

ProudOfGujarat

ઓલપાડના પિંજરત ગામેથી પોલીસે વિદેશી દારૂ ઝડપી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!