વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાના બામણગામ નજીક અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર વડોદરા તાલુકાના પોર ગામે કુંભારવાડામાં રહેતાં મનોજભાઈ છીતાભાઈ પ્રજાપતિ ઉ.વ. 47 નાઓ પોતાની મોટસાઇકલ લઈને કરજણ તાલુકાના બામણગામ ખાતે કોઈ કામ અર્થે આવ્યા હતા.

જ્યાંથી કામ પૂર્ણ કરી પરત પોર આવી રહ્યા હતા. તે દરમિયાન બામણગામ બસસ્ટેન્ડ પાસે વડોદરા – ભરૂચ ટ્રેક ઉપર હાઇવે ક્રોસ કરવા જતા કોઈ અજાણ્યા વાહને મનોજભાઈને અડફેટમાં લીધા હતા. પરિણામે શરીરે જીવલેણ ઇજાઓ થતાં મનોજભાઈ પ્રજાપતિનું સ્થળ ઉપર કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઇ જવા પામ્યો હતો. પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કરજણ તાલુકાના બામણગામ પાટીયા પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક સવારનું કરૂણ મોત.
Advertisement
