Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના નવી નગરી પાસે આવેલ ઝાડીમાંથી જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા.

Share

નબીપુર પોલીસ મથકની હદમાં આવતા ગામની નવી નગરી પાસે આવેલી બાવળની ઝાડીમાં જુગાર રમતા પાંચ જુગારીઓને નબીપુર પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેકટર કે એમ ચૌધરી સ્ટાફના માણસો સાથે પોલીસ મથક વિસ્તારમા નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે, કરજણ ગામની નવી નગરી પાસે આવેલ બાવળીની ઝાડીમાં કેટલાક ઇસમો થાંભલાની લાઇટના અજવાળામાં ખુલ્લામાં ભેગા થઇ પતા પાના વડે હાર જીતનો જુગાર રમે છે.

બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ જઈ રેઇડ કરતાં પાંચ જુગારીઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે (૧) સંજયભાઇ રતિલાલ વસાવા (૨) સંજયભાઇ રણોડભાઇ વસાવા (૩) સુનીલભાઇ અરવીંદભાઇ વસાવા (૪) વિજયભાઇ રાજેશાભાઇ વાઘરી (૫) કાંર્તીભાઇ મગનભાઇ વસાવા તમામ રહે. કરજણ નવી નગરી તા.જી.ભરૂચ નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી અંગ જડતીના ૯,૦૧૦ તથા દાવ ઉપરના રોકડા રૂપિયા ૧,૬૯૦ મળી કુલ ૧૦,૭૦૦ કબ્જે કરી જુગારધારા એક્ટ હેઠળ નબીપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો.

Advertisement

યાકુબ પટેલ, પાલેજ


Share

Related posts

આજરોજ નેત્રંગ પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ ખાબકતા ઠંડકનો અનુભવ થયો હતો

ProudOfGujarat

સીરત કપૂર “એક લડકી ભીગી ભાગી સી” ગીત પર ડાન્સ કરે છે, ચાહકો કહે છે નવા જમાનાની મધુબાલા.

ProudOfGujarat

નડિયાદ : ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી એક ઇસમ તમંચા સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!