Proud of Gujarat
FeaturedGujaratINDIA

નારેશ્વર સ્થિત નર્મદા નદીમાં ડૂબી જવાથી યુવકનું મોત નિપજ્યું

Share

કરજણ તાલુકાના નારેશ્વર નજીકથી પસાર થતી નર્મદા નદીમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર નર્મદા નદીના નારેશ્વર ઘાટ પાસે જયદીપ ભાઇ દિલીપભાઈ સુર્યા ઉ.વ.૨૫ રહે. સુરત નાઓનું કોઈ અગમ્ય કારણોસર ડૂબી ગયાની જાણ થતાં કરજણ ફાયર વિભાગ તેમજ વડોદરા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી શોધખોળની કામગીરી હાથ ધરી હતી. ગતરાત્રીના ત્રણ કલાક કરતા વધુ સમયથી કાર્યવાહી બાદ પણ યુવકની ભાળ ન મળતા યુવકની શોધખોળ ચાલુ રાખી હતી.

ફાયર કર્મીઓ દ્વારા મોડી રાત સુધી રેસ્ક્યું ઓપરેશન ચલાવ્યા બાદ સોમવારે વહેલી સવારે પુનઃ કરજણ ફાયર વિભાગ દ્વારા રેસક્યું ઓપરેશન શરૂ કરાયું હતું. લાંબી શોધખોળ બાદ કરજણ ફાયર વિભાગને મૃતક વ્યક્તિનો મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી. યુવકના મૃતદેહને પોલીસની હાજરીમાં બહાર કાઢી અને પોલીસની હાજરીમાં પોસ્ટમોર્ટમ અર્થે કરજણ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ એસ.પી.ની બદલી થતાં વિદાય સમારંભ સાથે નવા એસ.પી.નો આવકાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : નવી વસાહતના ગરીબ પરિવારના ધ્રુમિલ સોલંકી ક્રિકેટ ક્ષેત્રે કરી રહ્યા છે પ્રગતિ…

ProudOfGujarat

ખરોડ ગામ નજીક આવેલી રોજ હોટલ ગાર્ડનમાં સર્વ ધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો,

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!