Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે ૧૧ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામની સીમમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ એલ સી બી પોલીસે ૧૧ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરથાણા ગામે આવેલ ટોલનાકા ઉપરથી એક આઇસર ગાડી ડીડી -૦૧ – એલ – ૯૧૩૦ મા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ- ૨૬૨ જેમા કુલ બોટલ નંગ- ૫૪૭૨ કી. રૂ. ૧૧,૪૪,૮૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ. રૂા.૧૦,૦૦૦/- તથા આઇસર ગાડી કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/ તથા એક જી.પી.એસ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૨૧,૫૯,૮૦૦/- ના મુદ્દામાલ સાથે સુરેશકુમાર તેજારામ બિસ્નોઇ રહે, ૮૨ ધનાણીયો કી ઢાણી, ગામ હાલીવાવ, પોસ્ટ વીરાવા તા. સાચોર જી. જાલોર રાજસ્થાનને ઝડપી પાડ્યો હતો.

તેમજ આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ આઇસર ગાડી અપાવનાર ભવરલાલ બિસ્નોઇ રહે. સરનાઉ તા. સાંચોર જી.જાલોર રાજસ્થાન જેના પુરા નામ ઠામની ખબર નથી તે તેમજ આઇસર ગાડી આપનાર ટીકમારામ જાટ રહે, બાલોતરા તા.જી. બાલોતરા રાજસ્થાન જેના પુરા નામ સરનામાની ખબર નથી તે તેમજ આ વિદેશી દારૂ મંગાવનાર તમામ વિરૂધ્ધમા કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

નડિયાદ ખાતે ૧૦ દિવસ સમર યોગ કેમ્પ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર એડીશનલ જયુડીશિયલ મેજીસ્ટ્રેટની ફર્સ્ટ કલાસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 1 વર્ષની સાદી કેદની સજા અને ફરિયાદીને રૂપિયા 2 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ

ProudOfGujarat

લાયન્સ કલબ ઓફ વિરમગામ દ્ધારા વિરમગામ ટેકસેશન પ્રેક્ટિસનર એસોસિયેશનના સંયુક્ત ઉપક્રમે, ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!