Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કારેલીબાગ વિસ્તારમાં ધોબીની ઇસ્ત્રીની લારી ગાયબ જણાતાં ત્યાં સવારે કપડાં લેવા લોકો સલવાયા, જાણો વિચિત્ર કિસ્સો..!

Share

કારેલીબાગ વિસ્તારમાં આર્યકન્યા સ્કૂલ પાસે આવેલી એક ધોબીની ઇસ્ત્રીની લારી ગાયબ જણાતાં ત્યાં સવારે કપડાં લેવા લોકો સલવાયા હતા. તપાસ કરાતા ધોબી એક યુવકની પત્નીને ભગાડી જતાં તેનો પતિ પત્નીના પ્રેમીની ઇસ્ત્રીની લારી લઈ પલાયન થયો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેના પગલે કપડાં આપનાર લોકોએ કારેલીબાગ પોલીસની મદદ લીધી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારમાં બનેલો એક વિચિત્ર કિસ્સો ચર્ચાની એરણે ચડ્યો હતો. સોમવારે સવારે કારેલીબાગ આર્યકન્યા વિદ્યાલય પાસે આવેલા લારી- ગલ્લા પાસે લોકટોળાં એકત્ર થયાં હતાં. ત્યાં આવેલી એક ધોબીની ઇસ્ત્રીની લારી ગાયબ જણાઈ હતી. એકાએક ઇસ્ત્રીની લારી ગાયબ થઈ છતાં ત્યાં ઇસ્ત્રી કરવા માટે કપડાં આપનાર લોકો ચિંતામાં મુકાયા હતા.

કારેલીબાગ વિસ્તારમાં ઇસ્ત્રીની લારી ધરાવતો યુવક બીજાની પત્નીને ભગાડી જઈ ફરાર થઈ ગયો હતો. બીજી તરફ મળતી માહિતી મુજબ એક વર્ષ પહેલાં કોરોનાકાળ દરમિયાન આ ધોબી યુવકની પત્નીને અન્ય કોઈ વ્યક્તિ લઈને ભાગી ગયો હતો. ત્યારબાદ આ ધોબી યુવક અન્ય પરિણીત મહિલાના પ્રેમમાં પડ્યો હતો. આ પરિણીત મહિલાને ભગાડી જતાં તેના પતિ લારી લઈ ગયો હતો.

Advertisement

લોકોએ તપાસ કરતાં એક વિચિત્ર બાબત જાણવા મળી હતી. આ લારી ચલાવતા ધોબી યુવકની પત્ની કોરોનાકાળમાં અન્ય કોઈ વ્યક્તિ સાથે ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારબાદ યુવક એકલો રહેતો હતો. જોકે તે પણ એક પરિણીત મહિલાના પ્રેમમાં હતો. તેણે પણ તેની પરિણીત પ્રેમિકાને ભગાડી જવાનું નક્કી કરી તેને લઈને ફરાર થયો હતો. આ અંગેની જાણ પ્રેમિકાના પતિને થતાં તે કારેલીબાગમાં આર્યકન્યા વિદ્યાલય નજીક પહોંચ્યો હતો અને પોતાની પત્નીને લઈને ફરાર થનાર પ્રેમીની ઇસ્ત્રીની લારી લઈ પલાયન થયો હતો. સોમવારે સવારે ત્યાં ઇસ્ત્રી કરવા માટે આપેલાં કપડાં લેવા લોકો પહોંચ્યા હતા. જોકે તેઓને લારી ગાયબ જણાતાં પોતાનાં કપડાં માટે કારેલીબાગ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો.


Share

Related posts

ડેડીયાપાડા: નેચરલ પીપલ્સ વેલ્ફેર ફાઉન્ડેશન-ડુમખલ સંસ્થા દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર ના એસ ટી ડેપો નજીક આવેલ મોબાઈલ શોપ માં અજાણ્યા તસ્કરો ત્રાટકી અંદાજીત લાખ્ખો રૂપિયા ના મોબાઈલ ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.

ProudOfGujarat

રાજપીપલાની નવદુર્ગા હાઇસ્કુલનાં 77 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!