Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : ભાઈને છૂટાછેડા અપાવવા માટે દિયરે એસિડ નાંખવાની ધમકી આપી હોવાનો પરિણીતાનો આક્ષેપ : અત્યાચાર ગુજારતાં ત્રસ્ત થઈ ગયેલી પરિણીતાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.

Share

વડોદરાના રાજમહેલ રોડ વિસ્તારમાં રહેતાં કલ્પનાબેન(નામ બદલ્યું છે) ના લગ્ન વર્ષ-2020 માં વડોદરાના એચ-5 મારુતિધામ ફ્લેટ ટીપી-13, છાણી જકાતનાકા ખાતે રહેતા ઋષિકેશ રોહિતભાઇ સુથાર સાથે થયા હતા. કલ્પનાબેને મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઋષિકેશે સગાઈ બાદ જણાવ્યું હતું કે હવે આપણા લગ્ન થવાના છે. શારીરિક સંબંધ બાંધવામાં શું વાંધો છે, એમ જણાવી અવાર-નવાર પોતાના ઘરે બોલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા તેમજ પતિએ પોતાની ઉંમર છુપાવી હતી અને તેનો પગાર 10 હજાર રૂપિયા હોવા છતાં રૂપિયા 20 હજાર હોવાનું જણાવીને ખોટી રીતે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિએ નોકરી છોડી દીધી હતી.

પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે પતિએ નોકરી છોડી દીધા બાદ મને નોકરી કરવા માટે દબાણ કરતો હતો. પતિ એમ પણ કહેતો હતો કે ઘરમાં ગમે તે રીતે પૈસા લાવ. તારું શરીર વેચીને પણ ઘરનું ગુજરાન ચલાવવા માટે પૈસા લાવ. પતિનું દબાણ વધતાં આખરે ડેન્ટલ ક્લિનિકમાં નોકરી કરવાની ફરજ પડી હતી. નોકરી ચાલુ કર્યા બાદ કોઇ દિવસ ઘરે આવવામાં મોડું થાય ત્યારે પતિ ઋષિકેશ માર પણ મારતો હતો.

Advertisement

ફરિયાદમાં કલ્પનાબેને જણાવ્યું છે કે થોડા સમય બાદ પતિ ઋષિકેશે છૂટાછેડા લેવા માટે દબાણ શરૂ કર્યું હતું. પતિ તેમજ સાસુ-સસરા જણાવતાં હતાં કે તું તારા ઘરેથી રૂપિયા 2 લાખ લાવીશ તો જ અમે તને ઘરમાં રહેવા દઇશું, નહીં તો છૂટાછેડા લેવા માટે તૈયાર રહેજે. છૂટાછેડા લેવા માટે માસી સાસુનો પુત્ર મનીષ પણ દબાણ કરતો હતો અને તે જણાવતો હતો કે તું મારા ભાઇને છૂટાછેડા આપી દે, નહીં તો તારા ઉપર એસિડ નંખાવી દઇશ. લગ્નના બે-ત્રણ માસ પછી પતિ સાસુ, સસરા, માસી સાસુ તેમજ દિયરે અમાનુષી અત્યાચાર ગુજારવાનું શરૂ કરતાં ત્રસ્ત થઇ ગયેલી કલ્પનાબેને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

ખેડા : વીજ કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક શરૂ, પ્રતિ મણનો ભાવ ૨ હજારથી પણ વધુ.

ProudOfGujarat

ઝઘડીયાના સારસા ગામે એક જ ફળિયાના બે જુથો બાખડતા કુલ આઠ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!