Proud of Gujarat
FeaturedGujaratINDIA

જગન્નાથ મંદિરે જળયાત્રા મહોત્સવમાં ભગવાનનો થયો જળાભિષેક : મામાના ઘરે જશે ભગવાન જગન્નાથ.

Share

ભગવાન જગન્નાથની 144 મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા નીકળી હતી. સોમનાથ ભુદરના આરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં પૂજાવિધિ કરાઈ હતી. તેના બાદ મંદિરમાં જળ લાવીને ભગવાન પર પાણીથી અભિષેક કરાયો હતો.

સાબરમતી કિનારે મર્યાદિત લોકોની હાજરીમાં કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે જળયાત્રાની પૂજાવિધિ થઈ રહી છે. આજથી 15 દિવસ ભગવાન પોતાના મામાને ઘરે રહેશે. અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ યોજાતી જગવિખ્યાત રથયાત્રા પૂર્વે આજે સાબરમતી નદીના તટે સપ્ત નદીના સંગમ સ્થાને થી ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ હતી.આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા સાબરમતી નદીમાંથી લવાયેલ 108 કળશથી સોડષોપચાર પૂજન વિધિ કરીને ભગવાન જગન્નાથજીને જળાભિષેકમા સહભાગી થયા હતા.

રથયાત્રા પૂર્વે યોજાતી જળયાત્રા નાગરિકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતિક છે ત્યારે કોરોનાકાળ વચ્ચે કોરોનાના તમામ દિશા નિર્દેશોનું પાલન કરીને જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા સાથેના સંવાદમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રા એ અમદાવાદ કે ગુજરાત જ નહી પરંતુ દેશ આખા માટે આસ્થાનું પ્રતિક છે ત્યારે શાંતિ-સલામતિ-સુરક્ષામય વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય એ રાજ્ય સરકારની અગ્રીમતા છે. કોમી એખલાસ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં સદભાવથી આ રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે.

ગુજરાત જ નહી પરંતુ દેશ આખાની આસ્થાનું કેન્દ્ર સમી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આજે લોકોત્સવ બન્યો છે. આજે સાબરમતી નદીમાંથી જળ ભરીને જળયાત્રાની ધાર્મિક વિધી કરવામાં આવી જેનો અમને અનેરો આનંદ છે. મંત્રોચ્ચાર દ્વારા જળાભિષેક કરીને ભગવાન જગન્નાથનું કરાયેલ પૂજન અને આ મંત્રોચ્ચારે શહેરના વાતારણમાં સકારાત્મકતાનો સંદેશ અને તેની સોડમ પ્રસરાવી છે.

Advertisement

જગન્નાથ મંદિરમાં સ્વામી દિલિપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા સમાજઉપયોગી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગૌશાળા કાર્યરત કરીને અનેક ભક્તો-નગરજનોને લોકઉપયોગી બન્યા છે. જમાલપુર અને સરસપુરના મંદિરમાં આવનારા દર્શનાર્થીઓનો કોરોના ટેસ્ટ થઈ શકે અને રસી મળી રહે એવી વ્યવસ્થા પણ પોલીસે ઊભી કરી છે.

આ બંને મંદિરમાં રથયાત્રા સુધી 24 કલાક ચાલુ રહે એવાં દવાખાનાં શરૂ કરાશે, જેનું ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકાર્પણ કરશે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓને મેડિકલ ટેસ્ટિંગ બાદ જ મંદિરમાં પ્રવેશ અપાશે. ઉપરાંત રથયાત્રામાં જોડાનારા ખલાસી ભાઈઓ સહિત તમામ માટે રસી ફરજિયાત કરાઈ છે. બંદોબસ્તમાં તહેનાત રહેનારા પોલીસ કર્મચારીઓએ રસીના 2 ડોઝ લઈ લીધા છે.


Share

Related posts

અંકલેશ્વર પાનોલી GIDC કંપની બહારથી ચોરાયેલી બાઇક સાથે વાહન ચોરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ઝધડીયા : પુર ગ્રસ્ત ૩૨ ગ્રામજનો ને રેસ્ક્યુ થીસલામત રીતે બહાર કાઢનાર રાજપારડી પોલીસનું સન્માન

ProudOfGujarat

રેલવે હવે બે નંબરી તત્વો માટે આશીર્વાદરૂપ : નામચીન બુટલેગર જીતુ ખત્રી હજારોનો મુદ્દામાલ સાથે ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!