Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના કરજણ નગરના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદ વરસતા ખેડૂતો વિમાસણમાં મુકાયા.

Share

કરજણ નગરમાં ભર શિયાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા નગરજનો અચંબિત થઈ ઉઠ્યા હતા. બુધવારે સવારે નગરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને કાળા ડીબાંગ વાદળોની ફોજ આકાશમાં ચડી આવી હતી. જોતજોતામાં ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણ આહલાદક બનવા પામ્યું હતું.

હાલ શિયાળાની ઋતુનો પ્રારંભ થયો હોય ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતો પણ વિમાસણમાં મુકાઇ ગયા છે. કમોસમી વરસાદથી ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રો સેવી રહ્યા છે. લગભગ વીસ મિનિટ સુધી વરસાદ વરસતા નગરના માર્ગો ભીના થવા પામ્યા હતા. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

નેત્રંગનાં આટખોલ ગામનાં ચેકડેમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

ઝઘડીયા આવેલી ગાંધી સંકલ્પ યાત્રા ના સ્વાગત અને વિદાયમાન ના કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

રાજ્ય સરકારે અંકલેશ્વર પાલિકાને રૂ.3 કરોડની ગ્રાન્ટ માળખાકીય સુવિધાઓ માટે ફાળવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!