Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારતને વર્લ્ડકપ અપાવનાર વડોદરાનો ક્રિકેટર ફૂટપાથ પર વેચે છે કઠોળ, તેની છે સંઘર્ષભરી દાસ્તાન..

Share


વડોદરાઃ ભારતીય મૂકબધિર ક્રિકેટ ટીમના કેપ્ટન ઇમરાન શેખ સંઘર્ષભરી જિંદગી વિતાવી રહ્યા છે. હાલ તે કમાટીબાગમાં કઠોળની લારી ચલાવે છે. અને સાથે સાથે મુક બધિર ટીમ માટે એકેડમી પણ ચલાવે છે. આગામી નવેમ્બર માસમાં ઇમરાન શેખ ભારતીય મુક બધિર ટીમ સાથે દિલ્હી ખાતે વર્લ્ડકપ રમવા માટે જશે. 2005માં ઇમરાન શેખે ભારતીય મુક બધિર ટીમને વર્લ્ડકપ જીતાડ્યો હતો.

ભારતને વર્લ્ડકપ અપાવનાર વડોદરાનો ક્રિકેટર ફૂટપાથ પર વેચે છે કઠોળ
ગત માર્ચ-2017માં હૈદરાબાદ ખાતે ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળ વચ્ચે મુકબધિર ક્રિકેટનો એશિયા કપ રમાયો હતો. જેમાં ભારતીય ટીમ શ્રીલંકાને હરાવીને એશિયા કપ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમના કેપ્ટન તરીકે વડોદરાના નાગરવાડામાં રહેતા અને ઓલરાઉન્ડર ઇમરાન શેખ હતા. જ્યારે ભારતીય ટીમના કોચ તરીકે વડોદરાના જ નિતેન્દ્રસિંહ હતા. પાકિસ્તાન, શ્રીલંકા, અફઘાનિસ્તાન જેવા દેશોમાં ક્રિકેટ રમેલો ઇમરાન 2005માં યોજાયેલો વર્લ્ડ કપ રમ્યો હતો. જયાં તેણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતુ. વડોદરામાંથી ઇમરાન શેખ ઉપરાંત વિનય ડોંગરે અને રાકેશ વાજા પણ વર્લ્ડ કપ રમ્યા હતા.

Advertisement

મુકબધિર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ઇમરાન શેખને સરકારી અથવા સારી કંપનીમાં નોકરી ન મળવાના કારણે તેણે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે જુના પાદરા રોડ ઉપર મુંગ-ચાટની લારી શરૂ કરી હતી. પરંતુ, ગત માર્ચ માસમાં તે હૈદરાબાદ એશિયા કપ રમવા માટે ગયો ત્યારે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા રસ્તા રેષામાં આવતા ગેરકાયદે દબાણો દૂર કરવાના અભિયાનમાં તેની લારી પણ દૂર કરી દીધી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો…ફૂટપાથ ઉપર ટેબલ મૂકીને કઠોળ વેચીને પરિવારનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું…

એશિયા કપ જીતીને પરત ફરેલા ઇમરાન શેખની લારી ન રહેતા તે નાસીપાસ થઇ ગયો હતો. દરમિયાન તેના શુભેચ્છક મિત્રોના સહકારથી છેલ્લા ત્રણ દિવસથી કમાટીબાગની સામે ફૂટપાથ ઉપર ટેબલ મૂકીને ચણા, મગ, જેવા ફણગાવેલા કઠોળ વેચીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું હતું.

ઇમરાન શેખની પત્ની રોઝા સાથે ની વાતચીતતમાં જણાવ્યું હતું કે, જુના પાદરા રોડ ઉપરથી લારી દૂર થયા બાદ ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું હતું. લારી ઉઠી ગયા બાદ ગુજરાતના ખેલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કાયમી વ્યવસાય માટે જગ્યા ફાળવવા માટે રજૂઆત કરી હતી. તેઓએ વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતીના ચેરમેન ડો. જીગીશાબહેન શેઠને અમારી લાગણી પહોંચાડી છે. પરંતુ, હજુ સુધી કોઇ સુવિધા મળી નથી.
આગળની સ્લાઇડમાં વાંચો…પરિવારનું ગુજરાન ચલાવવા માટે મારે આ કામ કરવું મારી મજબૂરી છે..

મુકબધિર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન ઇમરાન શેખે તેમની પત્ની રોઝાના માધ્યમથી જણાવ્યું કે, સારી નોકરી મળી જાય તો મારે આ કામ કરવાની કોઇ જરૂર નથી. અથવા કાયમી વ્યવસાય માટે જગ્યા મળી જાય તો પણ હું વ્યવસાય કરીને મારું ગુજરાન ચલાવી શકું. પરંતુ પરિવારનું ગુજરાન ચલાવવા માટે હાલમાં મારે આ કામ કરવું મારી મજબૂરી છે.

ઉલ્લેખનિય છે કે, એક તરફ ગુજરાત સરકાર દ્વારા રમશે ગુજરાત, ખેલશે ગુજરાત પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે. બીજી બાજુ મુકબધિર ક્રિકેટમાં એશિયા કપ જીતી લાવીને ભારતનું નામ રોશન કરનાર મુકબધિર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર કેપ્ટન ઇમરાન શેખને ફણગાવેલા કઠોળ વેચીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે. સાથે તેણે પોતાની 8 વર્ષની દિવ્યાંગ પુત્રી રશીકાના શિક્ષણનો ખર્ચ પણ કરવો પડે છે…સૌજન્ય-DB


Share

Related posts

નેત્રંગની ગરીબ વૃદ્ધ વિધવા મહિલાની દર્દનાક હાલત, ઘરે-ઘરે મજુરીકામ કરી ઘર ચલાવવા મજબુર.

ProudOfGujarat

માંગરોળ : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક-319 માં દ્વિદલ કાર્યક્રમ સંપન્ન થયો.

ProudOfGujarat

શેખપુરના તળાવની પાળ ઉપર ગાબડુ દેખાતા ગ્રામજનોએ તંત્રને કરી જાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!