Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા શહેરમાં હત્યામાં પકડાયેલાં આરોપીઓએ કહ્યું ‘અમે દાદા નથી, ગાય છીએ’…

Share

 
વડોદરા: જાહેરમાં અપશબ્દો બોલવાની ના કહેતાં યુવકની ઘાતકી હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા બે સગા ભાઇની પોલીસે આજે ધરપકડ કરી હતી. પોલીસે આજે જે વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી તે વિસ્તારમાં બન્ને આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં ઊઠકબેઠક પણ કરાવી હતી. સરઘસ દરમિયાન આરોપીઓ બે હાથ જોડી કહ્યુ હતુ કે અમે દાદા નથી ગાય છીએ.
રક્ષાબંધનના દિવસે રાત્રે 9 વાગે વિપુલ કાયસ્થ તેના મિત્રો જીગર, ઋત્વિક, મયૂર અને પિંટુ કનોજિયા સાથે ઋષિ પાર્ક સોસાયટી શાકમાર્કેટ પાસે ઉભા હતા ત્યારે ગણેશનગર-2માં રહેતો ધિરજ દીપક કનોજિયા અને બીજા બે શખ્સો જોરજોરથી અપશબ્દો બોલતા હોવાથી તેમને ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખી ધિરજ કનોજિયાએ ઋત્વિક રવિભાઇ ઠાકોરને પેટ અને છાતીના ભાગે ખંજરના 2 ઘા ઝીંકી હત્યા કરી હતી.
પોલીસે આ બનાવમાં 27 ઓગસ્ટે વિશાલ કનોજીયા, ધવલ ચુનારા, મેહુલ ચુનારા અને હર્ષ ઠાકુરની ધરપકડ કરી હતી. જ્યારે આ બનાવમાં સંડોવાયેલા મયૂર ઉર્ફે વિક્કી દિપકભાઇ કનોજીયા અને ધિરજ દિપક કનોજીયા (રહે.શિવનગર, ગાજરાવાડી) ફરાર હોઈ ગઇકાલે આ બન્ને આરોપીની ધરપકડ કરી હતી.આજરોજ આ બન્ને આરોપીને અદાલત સમક્ષ રજૂ કરતા જ્યુ.મેજિ.એ બન્ને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

હથિયારને તળાવમાં ફેંકી દેવાયું હતું
હત્યાના બનાવમાં સંડોવાયેલા બન્ને આરોપીની ધરપકડ કરાયા બાદ પોલીસે આજે તેમના ઘરે સર્ચ કર્યું હતું તેમજ તેમણે જે જગ્યાએ યુવકની હત્યા કરી હતી, તે વિસ્તારમાં પણ આરોપીઓને લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત હત્યામાં ઉપયોગમાં લેવાયેલ હથિયાર તળાવમાં ફેંકવામાં આવ્યું હોઈ તે તળાવ પર પણ પોલીસ આરોપીઓને લઇને ગઇ હતી.. Courtesy _DB

Advertisement

Share

Related posts

અમદાવાદમાંથી નશાનો કાળો કારોબાર પકડાયો : 80 ગ્રામ MD ડ્રગ્સ, 325 ગ્રામ ચરસ ઝડપાયું.

ProudOfGujarat

સોમવારનાં રોજ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.

ProudOfGujarat

અંકલેશ્વર ને.હા ૪૮ નર્મદા બ્રિજ ટોલટેકસ પાસેથી વિદેશી શરાબ ભરેલ લકઝરી બસ સાથે ત્રણની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!