Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના નવીજીથરડી ગામની નવીનગરી વિસ્તારમાં પેવરબ્લોક બેસાડવાનું ખાતમુહૂર્ત કરાયું.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નવીજીથરડી ગામમાં નવનિયુક્ત સરપંચે ચાર્જ સંભાળ્યા બાદ વિકાસના કામો શરૂ થયા છે. જેના ભાગરૂપે ગામના નવીનગરી વિસ્તારમાં પેવરબ્લોકનું ખાતમુહૂર્ત નવનિયુક્ત સરપંચ વિનયભાઈ ભગતના હસ્તે કરવામાં આવ્યું હતું. ગામની નવીનગરી વિસ્તારમાં પેવર બ્લોકનું કામ શરૂ થતા ચોમાસાની ઋતુમાં પડતી હાલાકીમાંથી રહીશોને મુક્તિ મળશે. તેમજ રહીશોને આવવા જવામાં સરળતા રહેશે. પેવર બ્લોકનું કામ શરૂ થતા નવીનગરી વિસ્તારના રહીશોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે ગામના સરપંચ, સદસ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રોજગારીના અભાવે હાલાકી : છોટાઉદેપુરમાં જીઆઇડીસી અને ઉદ્યોગ સ્થપાય તેવી માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ બોડેલી નાયબ કલેક્ટરને આવેદન આપ્યુ.

ProudOfGujarat

ખેડાના વણસર નજીક અજાણ્યા વાહને કારને ટક્કર મારતા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

પી.એમના કાર્યક્રમના બીજા દિવસે સુરત અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરની કરાઇ બદલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!