Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ૧૨ માં રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી કરાઇ.

Share

વડોદરા, વિ.સં. ૨૦૭૮, પોષ વદ ૭/૮ (મંગળવાર) વડોદરામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના અધ્યક્ષસ્થાને ૧૨ મા રાષ્ટ્રીય મતદાતા દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે મતદાર નોંધણીમાં ટીમ વર્ક અને મજબૂત સંકલનથી જિલ્લાને રાજ્યમાં હંમેશા મોખરે રાખવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે પ્રત્યેક લાયક વ્યક્તિની મતદાર તરીકે નોંધણી થાય અને તે મત આપી શકે એ જોવાની ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા સૌની ફરજ છે કારણ કે લોકશાહીની મજબૂતી માટે પ્રત્યેકનો મત અગત્યનો છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરે રાષ્ટ્રીય મતદાતા દિન અને મતદાનનું મહત્વ જણાવતા કહ્યુ કે, જિલ્લામાં મતદાતા નોંધણી કામગીરી સારી રીતે થઇ છે, આવતા વર્ષે પણ એ કામગીરીનું સાતત્ય જળવાઇ રહે અને રાજયમાં શ્રેષ્ઠ મતદાતા નોંધણી કામગીરીમાં વડોદરા જિલ્લો અગ્રીમ સ્થાને આવે તે માટે મતદાતા નોંધણી કામગીરીના અધિકારી-કર્મચારીઓ કાર્ય કરી પ્રેરણા આપી શકે છે. તેમણે ઉમેર્યુ કે, મતદાતા નોંધણી કામગીરી કરનાર કોઇ એક અધિકારી કે કર્મચારી નહિ પરંતુ સમગ્ર ટીમ સન્માનિત થાય છે. આ કામગીરી સાથે જોડાયેલા અધિકારી- કર્મચારીઓ ટીમ વર્કથી વધુ એક્ટિવ બને તેવો તેમણે અનુરોધ પણ આ પ્રસંગે કર્યો હતો. તેઓએ પ્રચાર માધ્યમોને લોકોમાં મતદાતાઓને જાગૃત્ત કરવામાં સહકાર આપવા અપીલ કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગોરે, મતદાન અંગેના શપથ લેવડાવ્યા હતા.

ડભોઇના મદદનીશ ચૂંટણી અધિકારી શિવાની ગોયલે જણાવ્યું કે, મતદારો લોકશાહીનો આધાર છે. મતદાતા તેના મતદાનનો અધિકારનો સમજદારીથી ઉપયોગ કરે અને મતદાનના મહત્વ માટે જાગૃત્ત થાય તે જરુરી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સુધીર જોષીએ કર્યુ હતુ. શાબ્દિક સ્વાગત સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટરએ કર્યુ હતુ. કલેકટર સહિતના અધિકારીઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે ગાંધીનગર અને નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. મતદાર નોંધણી સહિતની શ્રેષ્ઠ કામગીરી કરનારા મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી, શ્રેષ્ઠ બીએલઓ સહિતના અધિકારી – કર્મચારીઓને તથા પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર, કેમ્પસ એમ્બેસેડર્સને વડોદરા કલેકટર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયબ કલેકટર મકવાણાએ નવા મતદારોને ચૂંટણી ઓળખકાર્ડ આપ્યા હતા. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં ડભોઇ મદદનીશ કલેકટર શિવાની ગોયલ, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ સુધીર જોષી, વિવિધ કચેરીઓના વડા, ચૂંટણી સબંધિત કામગીરીમાં જોડાયેલા અધિકારી – કર્મચારીઓ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ટોલનાકા પર સ્થાનિક વાહનોના માલિકોને થતું આર્થિક નુકસાન, આપોઆપ ફાસ્ટટેગ માંથી નાણા કપાઈ જતા વાહન ચાલકો અને ટોલટેક્સ કર્મચારીઓ વચ્ચે વિવાદ

ProudOfGujarat

અમદાવાદ-ST નિગમને રૂ.15 લાખનું નુકસાન થતાં ફરિયાદ-નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં બાઇક ચોરીનાં વધતા બનાવો પોલીસ માટે પડકાર રૂપ : કેવડિયા પાસે SRP જવાનની બાઇક ચોરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!