Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા ચાર રસ્તા પર બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પ્રતિમા મુકવા માંગ.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેના ચાર રસ્તા પર બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર અને આદિવાસી નેતા બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ ઝઘડીયાના કેટલાક નાગરિકોએ આજે ઝઘડીયા મામલતદારને આવેદન પાઠવીને ઝઘડીયા ચોકડી ખાતે બાબાસાહેબ આંબેડકર તેમજ બિરશા મુંડાની પુરા કદની પ્રતિમાઓ મુકાય તેવી રજુઆત કરી હતી. ઉપરાંત આવેદનની નકલ રાજ્યના મુખ્યમંત્રી, કલેક્ટર ભરુચ, સાંસદ ભરુચ, ધારાસભ્ય ઝઘડીયા તેમજ ઝઘડીયાના સરપંચને પણ મોકલીને આ બાબતે જરુરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

વડોદરા : નેશનલ હાઇવે નંબર ૪૮ પર આવેલા કરજણ તાલુકાનાં બામણગામ પાસે કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

ProudOfGujarat

ઝઘડીયાના પાણેથા ગામના ખેડૂતે ૩ વીંઘામાં મરચાની ખેતી કરી ૫ થી ૬ લાખનો નફો મેળવ્યો

ProudOfGujarat

સુરત-ઓલપાડ રોડ ઉપર અક્સ્માત: મહિલાનું ઘટનાસ્થળે મોત થતાં લોકોએ ચક્કાજામ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!