Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો.

Share

વડોદરામાં માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે ગેરકાયદેસર હથિયારની હેરાફેરી કરતાં શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એસ.ઓ.જી પોલીસે ઝડપી પાડયો છે.

વડોદરા એસ.ઓ.જી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પો.કો. રાકેશભાઈ તથા મહિપતસિંહને બાતમી મળેલ કે અલવાનાકા પાસે આવેલ પવનદૂત નગરમાં રહેતો મેહુલ દુષ્યંતરાવ ગોડસે પાસે માઉઝર (પિસ્તોલ) હથિયાર સંતાડી રાખેલ હોય અને હાલમાં તે માંજલપુર જી.આઇ.ડી.સી રોડ, સોમનાથ મહાદેવ મંદિરની સામે બેઠેલ હોય જે બાતમીના આધારે ખુલ્લા દરવાજાની જમણી બાજુમાં મેહુલ ગોડસે બેસેલ હોય જેને એસ.ઓ.જી પોલીસે ઝડપી લઈ તેની પાસેથી હાથ બનાવટની પિસ્તોલ કિં.રૂ.20,000/-, જીવતા કારતૂસ નંગ 3 કિં.રૂ.300/-, એક વિવો કંપનીનો મોબાઈલ કિં.રૂ.5000/- મળી કુલ રૂ.25,300 નો મુદ્દામાલ પોલીસે કબ્જે લઈ આરોપી સમક્ષ આર્મ્સ એકટની કલમ નોંધી આગળ કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડયો છે.

Advertisement

Share

Related posts

સાયકલ પર કોલેજ આવી પર્યાવરણ બચાવવાની સાથે સ્વાસ્થ્ય જાળવવાનો સંદેશો આપવા રાજપીપળા કોલેજના વિદ્યાર્થીઓએ સાયકલ રેલી યોજી 

ProudOfGujarat

વડોદરા : માસર રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય પોલીસ.

ProudOfGujarat

ભરૂચના હાંસોટ ખાતે ભાઈને ત્યાં આવેલી પાકિસ્તાની મહિલાને પરત રવાના કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!