Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના કરમડી ગામે તસ્કરોએ મોટર સાઈકલની ઉઠાંતરી કરી ફરાર.

Share

કરજણ તાલુકાના કરમડી ગામે સ્વામિનારાયણ ફળિયામાં અનિરુદ્ધભાઈ જયેશભાઈ પટેલ નાઓ પરિવાર સાથે રહે છે અને વાઘોડિયા પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. અનિરુદ્ધભાઈના પિતાએ એક વર્ષ પહેલાં કોલેજમાં અભ્યાસ અર્થે જવા આવવા માટે એક બજાજ કંપનીની KTM મોટર સાઈકલ લઈ આપેલ હોવાનું જાણવા મળે છે. તા. 13 ના રોજ રાતના પોતાની મોટર સાઈકલ ઘરની બહાર રોડ ઉપર સ્ટેરિંગ લોક મારી મૂકી હતી. જે બીજા દિવસે સવારમાં ઉપરોક્ત જગ્યાએ મોટર સાઈકલ જોવા મળી ન હતી. જે બાબતે ગામમાં તેમજ આજુબાજુ વિસ્તારમાં મોટરસાઇકલની શોધખોળ કરવા છતાં મળી આવી ન હતી. પરિણામે કોઈ ચોર ઈસમ રાતના ઘરની બહાર મુકેલ કિંમત રૂ. દોઢ લાખની મોટર સાઈકલ ચોરી કરી ગયા બાબતની ફરિયાદ મોટરસાઇકલના માલિકે નોંધાવતાં કરજણ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજપીપળાનાં હરસિદ્ધિ માતાના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો તલવાર મહાઆરતી કરશે.

ProudOfGujarat

પંચમહાલ ડેરીના સ્ટાફ દ્વારા ટેકેદારો અને મતદારોને ધમકી અપાતી હોવાનો આક્ષેપ..

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે JOY OF GIVING ON EVE OF CHRISTMAS નું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!