Proud of Gujarat
INDIAFeaturedGujarat

કરજણ તાલુકાના માલોદ ગામ નજીક અકસ્માત કરનાર ડમ્પર ચાલક ઝડપાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નારેશ્વર પાલેજ માર્ગ ઉપર આવેલ માલોદ ગામના વળાંક પાસે બે દિવસ પહેલા એક ડમ્પરની અડફેટે માછી પરિવારના એક માસુમ બાળક સહિત પતિ પત્નીનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જે બાબતે કરજણ પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો હતો. 

સદર ગોજારી ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. જેને લઈને રેત માફિયાઓ અને રોડ ઉપર આડેધડ, બેફામ દોડતાં ઓવરલોડિંગ રેતીની ટ્રકો, હાઈવા સામે લોકોમાં ઉગ્ર આક્રોશ ઉભો થયો હતો અને અકસ્માત કરનાર અજાણ્યા ડમ્પર ચાલકની વહેલી તકે ધરપકડ માટેની ઉગ્ર માંગ ઉઠવા પામી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડતાં ભરૂચના સાંસદ, રાજકીય નેતાઓ, સરકારી અધિકારીઓ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાબતે કરજણ પોલીસ ઇન્સ્પેકટર એમ.એ.પટેલના નેતૃત્વ હેઠળ અલગ – અલગ ટીમ બાનાવી બનાવવાળી જગ્યાએથી નારેશ્વરથી કરજણ તરફ તથા પાલેજ તરફથી નારેશ્વર તરફ જતા રોડની આજુબાજુમાં આવેલ સી.સી.ટી.વી ફુટેજ તેમજ સ્થાનીક માણસોની પુછપરછ કરતા એક પીળા કલરનું ડંપર આ બનેલ ગંભીર અકસ્માતમાં એક્સીડન્ટ કરી ભાગી ગયેલ હોવાનું બહાર આવ્યું હતું. જે હકિકત આધારે સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતાં ડમ્પર બનાવવાળી જગ્યાએથી નારેશ્વર થઇ કુરાલી તરફ ગયેલ હોવાનું જણાતા કુરાલી ચોકડીના સી.સી.ટી.વી ફુટેજ ચેક કર્યા હતાં. જેમાં પીળા કલરનું ડંપર .નં. GJ – 17 – UU – 0538 અશોક લેલન કંપનીનું મળી આવેલ હતું. તપાસ કરતા ડંપર ચાલક  જયંતીભાઇ મંગળભાઇ પરમાર રહે.રામપુરા ગામ તા.ગલતેશ્વર જી.ખેડા નો હોવાનું જણાતા એની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

સમગ્ર ભરૂચ જિલ્લા માટે તેમજ સમગ્ર રાજ્ય અને દેશના લોકો માટે, વાહન ચાલકો માટે, શાળાના વિદ્યાર્થીઓ માટે ખુશખબર.જાણો વધુ…

ProudOfGujarat

સુપ્રીમ કોર્ટે 377 ની કલમ પર ફેર વિચારણા કરી 3 જજો મારફતે બંધ બારણે નહિ પણ ખુલ્લામાં ચલાવશે જે ખુબજ ઐતિહાસિક નિર્ણય છે…માનવેન્દ્રસિંહ ગોહિલ.

ProudOfGujarat

ભરૂચ ના લાહોરી ગોડાઉન નજીક આવેલ નવી વસાહત વિસ્તારના એક મકાન માંથી માતા અને બાળક નો મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!