Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા ખાતે નિરંકારી ભવનમાં નેત્ર ચકાસણી કેમ્પ યોજાયો.

Share

પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલા નિરંકારી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નેત્ર ચકાસણી કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું. જેમા જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો અને પોતાની આંખની તપાસણી કરાવી હતી.

સંત નિરંકારી મિશન હેઠળ વિવિધ સામાજીક સેવાના કાર્યો કરવામા આવે છે. જેમા કોરોના કાળમા રસીકરણ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતની સેવાકીય પ્રવૃતિનો સમાવેશ થાય છે. ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં આવેલા સંત નિરંકારી ભવન ખાતે આંખોની તપાસ માટેનાં કેમ્પનું આયોજન કરવામા આવ્યુ હતું જેમા નિષ્ણાંત આંખોના તબીબો દ્વારા આધુનિક મશીનની મદદથી આંખોની તપાસ કરવામા આવી હતી. આંખોમાં ખાસ કરીને મોતિયાના લક્ષણો ઢળતી ઉંમરે જોવા મળે છે. કાર્યક્રમમાં ગોધરા શહેર સહિત આસપાસના લોકોએ આંખોની તપાસ કરાવી હતી. વધુમા નિરંકારી સંસ્થાના આયોજકો હાજર રહ્યા હતા.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ઉમરપાડાના આમલી દાબડા ગામે વંટોળિયો ફુકાતા ખેડૂતનું ઘર પડી જતા ખેડૂત પરિવાર મુશ્કેલીમાં મુકાયો

ProudOfGujarat

TAT – 2 ની પરીક્ષા છેલ્લા પાંચ વર્ષથી ન લેવાતા શિક્ષકો એ રાજપીપલા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

માંગરોળ : વેરાકૂઈ ગામના શુકલેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!