Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

Share

ખેડૂતો દ્વારા હાલ ઉનાળુ પાક લેવામાં આવે છે જે પાકમાં નુકસાન ન જાય સમયસર મળી રહે તે માટે વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, ધારાસભ્ય કેતન નામદાર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત પત્રમાં જણાવ્યું છે કે વડોદરા તેમજ છોટાઉદેપુરના વિસ્તારો વાઘોડિયા, ડભોઇ, કરજણ, સાવલી, ડેસર, સંખેડા જ્યાં ખેડૂતોને અગાઉ કુદરતી હોનારતના લીધે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય આ વર્ષે ખેડૂતોએ ઉનાળુ પાક લીધા હોય તો એ પાક નિષ્ફળ ન નીવડે તે માટે સરકાર દ્વારા 15/3/2022 સુધી નર્મદાની કેનાલનું પાણી આ વિસ્તારના ખેડૂતોને પૂરું પાડવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી છે.

Advertisement

Share

Related posts

FIFA વર્લ્ડ કપમાં દીપિકા પાદુકોણને મળી મોટી જવાબદારી, પહેલીવાર બોલિવૂડ અભિનેત્રીને તક.

ProudOfGujarat

RBI નો નવો નિયમ : 15,000 રૂપિયા સુધીની ચુકવણી માટે OTP જરૂરી નથી.

ProudOfGujarat

અરવલ્લી જિલ્લાના 250 થી વધુ ખેડૂતો દિલ્હીના રામલીલા મેદાને પહોંચ્યા, પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!