Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ખાનગી બસમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં ઉભેલી ખાનગી બસમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે બસમાં કોઇ મુસાફર ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ખાનગી બસમાં લાગેલી આગના પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ખાનગી લક્ઝરી બસમાં લાગેલી ભીષણ આગના પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. સદનસીબે બસમાં મુસાફરો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં આ આગ કેવી રીતે લાગી કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે આંતરરાષ્ટ્રીય એમએસએમઈ દિવસે એમએસએમઈ માટે ત્રણ નવા વીમા ઉકેલો પ્રસ્તુત કર્યા

ProudOfGujarat

ઝંખવાવ ગામેથી શંકાસ્પદ ગૌ માંસ ઝડપી પાડ્યું.

ProudOfGujarat

બજારમાં પુષ્પા રાખડીએ જમાવ્યો રંગ, જાણો કઇ રાખડીઓ સૌથી વધુ ટ્રેન્ડમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!