Proud of Gujarat
FeaturedGujaratINDIA

એમ.એસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થવાથી વીસીને રજૂઆત કરવા જતાં વિવાદ સર્જાયો.

Share

મહારાજા સર સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશથી માંડી પરીક્ષા સુધીની પ્રક્રિયામાં વિલંબ થતો હોય વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા સેનેટ મેમ્બરે વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર થકી રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમને વિજિલન્સના માણસોએ અટકાવતા વિવાદ સર્જાયો છે જે વિવાદ અને વિદ્યાર્થીઓના હિતમાં ને લઇ સેનેટ મેમ્બરે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સેનેટ મેમ્બર અને પૂર્વ સ્ટુડન્ટ યુનિયન પ્રમુખ અમર ઢોમસેએ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર થકી રજૂઆત કરવા પહોંચ્યા હતા એમ.એસ યુનિવર્સીટીની કોમર્સ ફેકલ્ટીમાં બેચલર ઓફ કોમર્સ, માસ્ટર્સ ઓફ કોમર્સ, બી.કોમ હોનર તેમજ બી.બી.એ જેવા અનેક કોર્ષ ભણાવામાં આવે છે. છેલ્લા બે ત્રણ વર્ષથી કોરાનાકાળના પગલે પ્રવેશ પ્રક્રિયા, સીલેબર્સ પૂર્ણ કરવો તેમજ તેને લગતી તમામ પરીક્ષા સમયસર પૂર્ણ કરવાની કામગીરી ખોરંભે પડી છે. પરિણામે પરિણામમાં પણ ઘણો વિલંબ ઉભો થતો હોય છે. હાલની પરીસ્થીતી નોર્મલ હોવા છતા પ્રવેશ પ્રક્રીયા અડચણ રૂપ હોઈ ઘણો વિલંબ થઈ રહયો છે. અને  બી.બી. એ તેમજ બી.કોમ હોનર્સના ઓનલાઈન ફોર્મ માટે પોર્ટલ બંધ છે. જેથી અન્ય શહેર જિલ્લામાંથી આવતા વિદ્યાર્થીઓ અટવાયા છે. તાજેતરમાં ધોરણ 12 નું પરિણામ જાહેર થયાને ઘણો સમય વિત્યો છતાં પ્રવેશ પ્રક્રિયા માટે પોર્ટલ શરૂ થઈ નથી. જો પોર્ટલ શરૂ થાય તો દોઢ મહિના બાદ પ્રવેશ પ્રક્રિયા થશે. જો સમયસર પ્રવેશ પ્રક્રિયા થાય તો પરિણામ સુધીની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરી શકાય તેમ છે. હાલની પરિસ્થિતિમાં વિલંબ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ચિંતાનો વિષય બન્યો છે. તાત્કાલિક બેઠક બોલાવી એડમિશન પ્રક્રિયા શરૂ કરવી જોઇએ તેવી રજુઆત કેવા સોમવારે સેનેટ મેમ્બર પહોંચ્યા હતા જેમને આવેદનપત્ર આપતા વિજલન્સના માણસોએ અટકાવતા વિવાદ સર્જાયો છે.

Advertisement

Share

Related posts

લીંબડી માનવ સેવા જય ભીમ ગૃપ દ્વારા સેવાકીયની પૂર્ણાહુતી.

ProudOfGujarat

કરજણ તાલુકામાં કોરોના કહેર યથાવત, ૧૧૭૯ શંકાસ્પદ લોકોનાં સેમ્પલ લેવાયા જેમાં વલણ ગામમાંથી ૧૧૧ સેમ્પલ મેળવ્યા.

ProudOfGujarat

લીંબડી અંવતીકા હોટલ સામે સાપ નીકળતા રેસક્યું કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!