Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં સાયખા ગામ ખાતે આવેલ સાયખા SEZ ની જય કેમિકલ કંપનીમાં સવારે ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન પ્લાન્ટમાં આગ લાગી જતાં ગ્રામજનોમાં ભાગદોડ મચી ગઈ હતી.

Share

વાગરા તાલુકાનાં સાયખા ગામ ખાતે બનેલ સાયખા SEZ માં આવેલ જય કેમિકલ કંપનીમાં આજે સવારે ઉત્પાદન પ્રક્રિયા દરમ્યાન આગ લાગી ગઈ હતી. આ આગ લાગતાં જ પ્લાન્ટમાં કામ કરતાં કામદારો પ્લાન્ટ છોડી બહાર દોડી આવ્યા હતા. જોકે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગનાં ગોટે ગોટા નીકળતા આજુબાજુનાં ગામનાં લોકો દોડી આવ્યા હતા. આ દરમ્યાન ફાયર બ્રિગેડને જાણ કરતાં 8 થી 10 જેટલા ફાયર ફાઇટરો ધટના સ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે ધુમાડાનાં ગોટે ગોટા નીકળતા ગામનાં લોકો ભયભીત બની ગયા હતા.

જયારે આ પહેલો બનાવ નથી અગાઉ દહેજની GIDC માં પણ આગની ધટનાઓમાં અનેક કામદારોએ જીવ ગુમાવ્યો છે અને તંત્રનાં અધિકારીઓ ગાંધીજીનાં ત્રણ વાંદરાની જેમ વર્તન કરતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં બોર્ડની ૨ લાખથી વધુ ઉત્તરવહીઓની ચકાસણી પૂર્ણ.

ProudOfGujarat

અંકલેશ્વરના જીતાલી, દઢાલ અને ઉધનાના 3 મિત્રોએ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી આચરેલો ₹ 9.50 લાખનો સાયબર ફ્રોડ

ProudOfGujarat

ભરૂચના કહાન ગામના રાઠોડ તેમજ વસાવા સમાજના લોકોએ ગ્રામપંચાયત ચૂંટણી બહિષ્કારના બેનરો લગાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!