Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોના રૂપી અંધકાર સામે દેશ વાસીઓની એકતારૂપી પ્રકાશના વિજય સંદેશ આપવાના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં આહવાનને ઉમળકા ભેર વધાવીને વાંકલ ગામ દીવડાઓથી ઝગમગી ઉઠ્યું.

Share

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ કોરોના રૂપી અંધકાર સામે દેશવાસી ઓની એકતારૂપી પ્રકાશની મજબૂતાઈનો સંદેશ આપવા માટે 5 મી એપ્રિલના રોજ રાત્રીના 9 વાગે 9 મિનીટ સુધી ઘરની લાઈટો બંધ કરી બાલ્કનીમાં કે બહાર દરવાજા પર દીવો કે મીણબત્તી, ફેસલાઇટ પ્રગટાવવાનું આહવાન કર્યું હતું. વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોનાને હંફાવનાર ભારતવાસી ઓએ પ્રધાનમંત્રીના આહવાનનો સકારાત્મક પ્રતિસાદ આપતા આખો દેશ રાત્રે 9 વાગ્યે દીવડાઓથી ઝગમગી ઉઠ્યો હતો. માંગરોળ અને ઉમરપાડા તાલુકાનાં લોકો એ આ અપીલને ઉત્સાહ ભેર વધાવી લેતા ગામો અને શહેરો દીવડા અને મીણબત્તી, ફૅશલાઇટોથી પ્રકાશિત થઈ ઉઠ્યા હતા અને મનોબળ હજુ મજબૂત હોવાનો સંદેશો આપ્યો હતો. વાંકલ ગામ અને મંદિરોમાં પણ દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશોત્સવ નો પ્રારંભ :ઠેરઠેર શ્રીજી બિરાજમાન :હાલોલ નગર માં યુવાને ફટકડીના ગણપતિ ની સ્થાપના કરી અનેરો સંદેશ આપ્યો

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ખરીદ – વેચાણ સંઘની રસાકસી ભરેલ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.

ProudOfGujarat

શરીયત કોર્ટ ચાલુ થશે તો ભારતમાં પાકિસ્તાન બનશે, એક દેશમાં બે બંધારણ ન હોય: તેમ ભરૂચ મુલાકાતે આવેલા ડો.પ્રવીણ તોગડીયાએ જણાવ્યું…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!