ઓઈલ એન્ડ નેચરલ ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે વાલિયા તાલુકાના સીલુડી ગામ સ્થિત જય માતાજી આશ્રમ શાળા ખાતે મેડીકલ ચેક અપ અને અવેરનેશ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં નિષ્ણાત ડોક્ટરોએ આશ્રમ શાળામાં રહેતા ૨૭૧ વિદ્યાર્થીઓને તેમજ આશ્રમ શાળાના શિક્ષકોને તપાસી યોગ્ય દવાઓનું તેમજ મેડીકલ કીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાદર કેમ્પમાં જાય માતાજી આશ્રમ શાળાના ટ્રસ્ટી દેવુભા કાથી ગામના સરપંચ મહેન્દ્રભાઈ વસાવા અને ઓએનજીસી અંકલેશ્વરના અધિકારીઓ તેમજ સદભાવ ફાઉન્ડેશનનાં સભ્યો તથા ડોકટરો અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.