Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલસાડ ધરમપુર રોડ ઉપર એસ.ટી ની બ્રેક ફેલ થતા બસ રેલિંગ પર ચઢી જતાં અકસ્માત સર્જાયો.

Share

વલસાડથી ધરમપુર રોડ ઉપર સલામત સવારી એવી એસ.ટી.બસની અચાનક બ્રેક ફેલ થઇ જતા બસ રસ્તાની સાઈડે રેલિંગ પર ચઢી ગઈ હતી.જેથી અકસ્માત થયો હતો. જેમાં બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતા. સદનસીબે જાનહાનિ ટળી હતી. જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટના અંગે સ્થળ પરથી મળતી વિગતો મુજબ, ગઇકાલે સવારે ધરમપુર તરફ જતી એસ. ટી. બસ ગાડરિયા ગામ નજીક પહોંચી તે સમયે બસની અચાનક બ્રેક ફેલ થઇ જતા બસના ડ્રાઇવરે સમય સુચકતા જાળવી બસને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ડ્રાઈવરે બસને રસ્તાની સાઈડ પરની રેલિંગ પર ચઢાવી દીધી હતી. જેને લઈને બસ પલટી મારતા બચી ગઈ હતી. જેથી મોટી દુર્ઘટના ટળા હતા. જોકે, આ અકસ્માતમાં બસમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બની તે સમયે મુસાફરોના જીવ અધર થઈ ગયા હતા. પરંતુ બસ ચાલકે હેમખેમ પ્રકારે બસને કંટ્રોલમાં લઇ મોટી હોનારત થતા અટકાવી હતી.

Advertisement

કાર્તિક બાવીશી


Share

Related posts

ડાકોર ઠાસરા રોડ ઉપર અકસ્માત સર્જાતા આ ૧૨ વ્યક્તિઓ ઘાયલ.

ProudOfGujarat

વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં જન્માષ્ટમીના મંડપની આડમાં 17 શકુનીઓને જુગાર રમતા ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ : ઈદ એ મિલાદ-ઉન-નબીના પવિત્ર દિવસે કાદરી જબ્બારી ફાઉન્ડેશન દ્વારા અનેક જગ્યાઓ પર ફ્રૂટ વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!