Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં હાથીખાનાના 400 વેપારી આજે ભારત બંધમાં જોડાયા.

Share

જીએસટી કાઉન્સિલે ઘઉં, ચોખા, દાળ અને લોટ પર 5 ટકા જીએસટી લાગુ કરતાં બરોડા ગ્રેઈન મરચન્ટ એસોસિયેશન દ્વારા વિરોધ કરાયો છે. જ્યારે અનાજના વેપારીઓએ 16 જુલાઈએ ભારત બંધનું એલાન આપ્યું છે. જેમાં હાથીખાનાના 400 વેપારીઓ પણ જોડાશે અને શનિવારે પોતાની દુકાનો બંધ રાખી છે.

બરોડા ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રેસિડન્ટ નિમેશ મહેતાએ જણાવ્યું હતું કે, જીએસટી કાઉન્સિલની પેક કરેલા તેમજ લેબલ લગાવેલા તમામ ખાદ્ય પદાર્થો સહિત અન્ય કેટલીક વસ્તુઓને જીએસટી હેઠળ લાવવાની યોજના સામે દેશના અનાજના તમામ વેપારી રોષમાં છે. આ નિર્ણયથી નાના વેપારી બરબાદ થશે, જ્યારે મોટી બ્રાંડનો કારોબાર વધશે. પ્રી-પેક, પ્રી લેબલ દહીં, લસ્સી અને છાસ સહિત પ્રી પેકેજ્ડ અને પ્રી લેબલ રિટેલ પેક પર પણ જીએસટી લાગશે. આ નિર્ણયનો વેપારી વિરોધ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

યારો કા કાફલા પોલીસ સ્ટેશન પહોંચ્યો, ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ગાડીના દરવાજે બેસી વિડીયો રીલ બનાવનારા ચાર યુવકોને પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

નર્મદામાં લોકડાઉન ભંગ બદલ 850 કેસો કરી 1651 વ્યક્તિઓની અટકાયત કરી, 1635 વાહનો ડિટેઇન કરી કુલ રૂ.3,02,700 હજારની રકમ દંડ પેટે વસુલાત કરી.

ProudOfGujarat

વડોદરા એમ.એસ.યુનિવર્સિટીનાં વીસી એ જાહેર કર્યો મોબાઈલ અને મીડિયા પર પ્રતિબંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!