Proud of Gujarat
GujaratFeaturedINDIA

ફેલોશીપ મીશન સ્‍કૂલ ડુંગરાના વિદ્યાર્થીઓની સમિતિનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો,કાર્યક્મનું સુંદર આયોજન..

Share

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લાના ડુંગરા-વાપી સ્‍થિત ફેલોશીપ મીશન સ્‍કૂલના વિદ્યાર્થીઓની રચાયેલી વિવિધ સમિતિઓનો શપથવિધિ કાર્યક્રમ વન અને આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષતામાં યોજાયો હતો. આ સમિતિમાં રાજ્‍ય કેબિનેટની જેમ વિદ્યાર્થીઓને વિવિધ વિભાગોના મંત્રી બનાવાયા હતા. આ ઉપરાંત સહમંત્રી, હેડ બોય, હેડ ગર્લ વગેરેને પણ શપથ લેવડાવવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે રાજ્‍યવનમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, શાળા કક્ષાએ મેનેજમેન્‍ટના પાઠ શીખનાર આ વિદ્યાર્થીઓ ભવિષ્‍યમાં સારા નેતા બની શકે છે. મંત્રીશ્રીએ સમિતિમાં સામેલ વિદ્યાર્થીઓને શુભેચ્‍છા પાઠવી શપથ લીધા છે તેને નિભાવવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને જે વિભાગની કામગીરી સોંપવામાં આવી છે તેને જિમ્‍મેદારીપૂર્વક કામગીરી કરવાની સાથે અભ્‍યાસમાં પણ પૂરતું ધ્‍યાન આપવા જણાવ્‍યું હતું.
આ પ્રસંગે ટ્રસ્‍ટી મંડળના સભ્‍યો, શાળાના આચાર્યા, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


Share

Related posts

ગાંધીનગર અમદવાદાના હાઇવે પર પાર્ક કરેલ કારનો કાચ તોડીને રુ.૧.૫૦ લાખ રોકડા ભરેલી બેગની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat

વડતાલ તળાવમાં ન્હાવા પડેલા ત્રણ વિધાર્થીઓ ડૂબી જવાથી મોત નિપજ્યાં

ProudOfGujarat

નડિયાદ : માતરના અલિન્દ્રા ગામે ઓછા વ્યાજની લોનના લેવા વ્યક્તિએ રૂપિયા ૪૪ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!