Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ જિલ્લામાં મેધરાજાની મહેર ઉમરગામ અને ધરમપુર તાલુકામાં ૭-૭ ઇંચ વરસાદ નોંધાયો

Share

ઉમરગામ તાલુકામાં વરસાદની હાફ સેન્ચુરી

Advertisement

(કાર્તિક બાવીશી )વલસાડ જિલ્લામાં તા.૦૮/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૬-૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડ તાલુકામાં ૯૭ મી.મી., પારડી તાલુકામાં ૭૩ મી.મી., વાપી તાલુકામાં ૭૧ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૮૨ મી.મી., ધરમપુર તાલુકામાં ૧૭૬ મી.મી. અને કપરાડા તાલુકામાં ૭૧ મી.મી. વરસાદ નોંધાયો હોવાનું જિલ્લા ફલડ કંટ્રોલ રૂમ દ્વારા જણાવાયું છે. ઉમરગામ તાલુકામાં તા.૮મી જુલાઇના રોજ સવારે ૬-૦૦ વાગ્‍યા સુધીમાં મોસમનો કુલ ૧૨૩૪ મી.મી. એટલે કે લગભગ ૪૯ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્‍યારે દિવસ દરમિયાન પણ વરસાદ ચાલુ રહેતાં તા.૮મી જુલાઇના રોજ સવારે ૬-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્‍યા સુધીમાં ૧૬૧ મી.મી. એટલે કે ૬ ઇંચ જેટલો વરસાદ નોંધાવાની સાથે કુલ ૧૩૯૫ મી.મી. એટલે કે લગભગ ૫૫ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂકયો છે. મોસમના કુલ વરસાદની વિગત જોઇએ તો વલસાડ તાલુકામાં ૮૦૯ મી.મી., પારડી તાલુકામાં ૭૩૨ મી.મી., વાપી તાલુકામાં ૮૮૬ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૨૩૪ મી.મી., ધરમપુર તાલુકામાં ૭૨૨ મી.મી. અને કપરાડા તાલુકામાં ૭૮૪ મી.મી. વરસાદ નોંધાયો છે. જયારે તા.૮મી જુલાઇ, ૧૮ના રોજ સવારે ૬-૦૦ થી બપોરે ૨-૦૦ વાગ્‍યા દરમિયાન વલસાડ તાલુકામાં ૨ મી.મી., પારડી તાલુકામાં ૧૭ મી.મી., વાપી તાલુકામાં ૧૩ મી.મી., ઉમરગામ તાલુકામાં ૧૬૧ મી.મી., ધરમપુર તાલુકામાં ૨૩ મી.મી. અને કપરાડા તાલુકામાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો છે.


Share

Related posts

સુરત : પુણા ગામનાં આઇમાતા ચોક નજીક આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાથી બેનાં મોત.

ProudOfGujarat

રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોના પોઝિટીવ દર્દી સાજો થતાં આજે રજા અપાઇ.

ProudOfGujarat

પરીશ્રમ ફાર્મ એન્ડ નર્સરી મોરીયાણામાં રોટવિલર પાળેલ કૂતરાનું દીપડાએ કર્યું મારણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!