Proud of Gujarat
FeaturedGujaratHealthINDIA

વિરમગામ શહેરમાં કોટપા એક્ટનો ભંગ કરનારા ૧૦ વેપારીઓ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા દંડ વસુલાયો…

Share

ન્યુઝ વિરમગામ
તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

“કોટપા એક્ટ ૨૦૦૩ કલમ ૬ (અ) મુજબ ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિઓને કે તેમના દ્વારા તમાકુ કે તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરવું એ કાયદાકીય રીતે ગુનો બને છે” આવુ બોર્ડ ન લગાવીને સરકારના આદેશોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કોટપા એક્ટ અંતર્ગત જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા અમદાવાદ, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને વિરમગામ ટાઉન પોલીસના સંયુક્ત ઉપક્રમે કાર્યવાહી કરવામાં આવી હતી. વિરમગામના ગોલવાડી દરવાજા થી ટાવર ચોક સુધીમાં આવેલા પાનના ગલ્લા કે તમાકુનું વેચાણ કરતી દુકાનો પર તપાસ કરવામાં આવી હતી અને કોટપા એક્ટ ૨૦૦૩ કલમ ૬ (અ)નો ભંગ કરનારા ૧૦ વેપારીઓને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો અને કુલ ૯૫૦ રૂપીયા દંડ વસુલ કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં તાલુકા હેલ્થ ઓફિસર વિરમગામના ડો.વિરલ વાઘેલાના માર્ગદર્શન મુજબ નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, પિયુષ સોલંકી, નરેશ વાણીયા અને વિરમગામ ટાઉન પોલીસના ગીરવતસિંહ વાઘેલા, ઇન્દ્રજીતસિંહ ઝાલા જોડાયા હતા.

Advertisement

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા અમદાવાદ, તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ અને ફેઇથ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એસટી વિભાગના સહકારથી વિરમગામ એસ.ટી ડેપોમાં આવેલી વિરમગામ સહિત વિવિધ ડેપોની ૪૫ થી વધુ બસમાં ધુમ્રપાન પ્રતિબંધીત વિસ્તાર અંગેના સ્ટીકર લગાડવામાં આવ્યા હતા અને લોકોને વ્યસનમુક્ત બનવા માટે સમજ આપવામાં આવી હતી.

તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, શનિવારે વિરમગામ શહેરમાં કોટપા એક્ટ ૨૦૦૩ કલમ ૬ (અ) મુજબ ૧૮ વર્ષથી ઓછી વયની વ્યક્તિઓને કે તેમના દ્વારા તમાકુ કે તમાકુ પ્રોડક્ટનું વેચાણ કરવું એ કાયદાકીય રીતે ગુનો બને છે” આવુ બોર્ડ ન લગાવીને સરકારના આદેશોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને ૧૦ વેપારીઓ પાસેથી ૯૫૦ રૂપીયાનો દંડ વસુલવામાં આવ્યો હતો. લોકોને આરોગ્ય વિભાગ દ્વારા વ્યસનમુક્ત બનવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે.


Share

Related posts

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે સાંઈ મંદિર નો 12 મો પાટોસવ સાદગી પૂર્ણ રીતે ઉજવાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય એકતા દિનની ઉત્સાહભેર ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : પીઠોર ગામેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી વાલિયા પોલીસ.

ProudOfGujarat

1 comment

Shyam k.k June 1, 2019 at 11:39 am

Gujarat ma tobacco band mukavo
Tobacco products par band mukavo

Reply

Leave a Comment

error: Content is protected !!