Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

લ્યો કરો વાત શેઠની,શિખામણ ઝાંપા સુધી ! વિભાગીય નાયબ નિયામક ની સૂચનાઓને ન ગણકારતું વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર નું નઘરોળ તંત્ર !

Share

વિરમગામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ની વઘુ એક ઘોર બેદરકારી, હોસ્પિટલમાં નર્સે દર્દી ને બાટલો હાથમાં પકડાઈ દીઘો.

વિરમગામ શહેરમાં આવેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં છેલ્લા ઘણા અપૂરતા ડોક્ટરો સહિતના સ્ટાફ ની અને સેવા સેતુ અંતર્ગત ડોક્ટરોની લાલિયાવાડી ને લઇને વિરમગામ યુવા શક્તિ ગૃપ અને સામાજીક કાર્યકર બળંવત ઠાકોર એ અનેકવાર ઉચ્ચકક્ષાએ લેખિત મૌખિક માં રજુઆત કરી હતી.ત્યારે ગઇકાલેજ અમદાવાદ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એસ.કે.મકવાણા એ વિરમગામ સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીઘી હતી.ત્યારે હોસ્પિટલની અંદર જ પાણીના ટાંકી અને પાસેની ગંદકી ને લઇને સુપ્રિટેન્ડેન્ટ સહિત ના ડોકટરો નો ઉઘડો લીઘો હતો.તેમજ વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એ સમગ્ર હોસ્પિટલમાં દરેક વોર્ડ નુ નિરીક્ષણ કર્યું હતું.વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર મા વર્ષોથી અપૂરતા ડોક્ટર અને નર્સો ના સ્ટાફ અને ડોક્ટરો ની સમયસર હાજર ન રહેતા છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં રામભરોસે ચાલી રહી છે.હજુ તો વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અઘિકારી એ ગઇકાલે જ વિરમગામ સામુહિક કેન્દ્ર ની મુલાકાત લઇ હોસ્પિટલ ને લઇને છતી બેદરકારી ને લઇને ડોક્ટરો સહિતના સ્ટાફ ને ખવડાવ્યા હતા.તેવામાં આરોગ્ય અઘિકારી ની કોઇ નર્સો કે ડોક્ટરો સૂચનાનું હોસ્પિટલ પાલન ન કરીને નિયમોની ઐસીતૈસી ચલાવતાં હોસ્પીટલમાં એક દર્દીને નર્સ દ્રારા બાટલો પકડાવી દીઘો હતો.જે કામ નર્સો એ કરવાનું હોય તે કામ દર્દીઓ ના સગા એ દવાનો બોટલ લઈને જનરલ વોર્ડમાં મોકલી દીઘો હતો. ત્યારે ઉચ્ચ આરોગ્ય અઘિકારી ની શિખામણ પણ આ હોસ્પિટલનો સ્ટાફ ન ગણકારી આપ ખુદ શાહી વર્તન કરતાં નજરે પડ્યા છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર પાછળ ની દિવસે ને દિવસે વધતી બેદરકારી પાછળ જવાબદાર છે, કોણ આ હોસ્પિટલના અઘિકારી ઓને છાવરી રહ્યું છે. અપૂરતાં ડોક્ટર,પૂરતો સમય ન આપતા ડોક્ટરો અને હોસ્પિટલની બેદરકારી શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં ક્યાંકને ક્યાંક આર્થીક ફાયદો કરાવતો જ હશે.

Advertisement

:પીયૂષ ગજ્જર વિરમગામ


Share

Related posts

જ્યોર્જિયા એન્ડ્રિયાની એ ઇનસ્ટાગ્રામ પર એક ફોટો ડમ્પ પોસ્ટ કરતા ચાહકો અભિનેત્રીની પ્રશંસા કરવાનું રોકી શક્યા નહીં.

ProudOfGujarat

સુરત: 72મા સ્વાતંત્ર પર્વની સુરતમાં વિશેષ ઉજવણી- યુનિવર્સિટી રોડથી Y જંકશન સુધી 1100 મીટર લાંબી ત્રિરંગા યાત્રા….

ProudOfGujarat

પંચમહાલ : રાવળ સમાજ યુવાનને જાતિવાચક શબ્દો બોલતા સમાજના યુવાનોએ પાઠવ્યું આવેદન.

ProudOfGujarat
error: Content is protected !!