Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ,માંડલ,દેત્રોજ તાલુકા પંચાયત ના પ્રમુખ-ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઇ. જાણો વિરમગામ,માંડલ,દેત્રોજ તાલુકા પંચાયત ના પ્રમુખ-ઉપપ્રમુખ…

Share

વિરમગામ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કમરૂદિન વલીભાઇ સિદાણી અને ઉપપ્રમુખ તરીકે ભાજપના સદસ્ય પટેલ માઘવીબેન જનકભાઇ વિજેતા જાહેર ભાજપના  સદસ્ય કમરૂદિન વલીભાઇ સિદાણી ને મેન્ડેટ ન મળતા ભાજપના સમર્થન સદસ્યો અને 2 કોંગ્રેસના સદસ્યો અને 1 અપક્ષ સાથે રહીને બહુમતી મેળવી પ્રમુખ પદે વિજેતા થયા , ગઇ કાલે કમરૂદિન વલીભાઇ સિદાણી એ ભાજપ સાથે બળવો કરી પ્રમુખ પદે અપક્ષ ઉમેદવારી તરીકે ફોર્મ ભર્યુ હતુ.આમ વિરમગામ તાલુકા પંચાયત મા અપક્ષ સંગઠન બનાવ્યું છે..

અમદાવાદ જિલ્લાના વિરમગામ,માંડલ અને દેત્રોજ તાલુકાની તાલુકા પંચાયતોનો કાર્યકાળ આગામી 21 જુને પૂર્ણ થાય  છે. શાસક પક્ષ ના અઢી વર્ષ બાદ આજરોજ 19 જુને પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાઇ હતી. અત્યાર સુધી વિરમગામ
તાલુકા પંચાયત મા કુલ 20 સદસ્યો છે. જેમા ભાજપ કોંગ્રેસના 10 -10 સભ્યો છે.ગઇ ટમમા કોંગ્રેસ ના એક સદસ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા મેળવી હતી. ઉપરાંત તાજેતરમાં વિઘાનસભા-2017 ની ચૂંટણી પૂર્વે તાલુકા પંચાયત ના કોંગ્રેસના 5 સદસ્ય નો જુથ ભાજપના ભળ્યુ હતુ. ત્યારે આજરોજ  વિરમગામ તાલુકા પંચાયત ચૂંટણી મા પ્રમુખ તરીકે કમરૂદિન વલીભાઇ સિદાણી અને ઉપપ્રમુખ તરીકે ભાજપના પટેલ માઘવીબેન જનકભાઇ વિજેતા જાહેર ભાજપના સદસ્ય કમરૂદિન વલીભાઇ સિદાણી ને મેન્ડેટ ન મળતા પ્રમુખ પદે અપક્ષ ઉમેદવારી નોંઘાવી હતી અને આજે ચૂંટણીમાં ભાજપના સમર્થન સદસ્યો અને 2 કોંગ્રેસના સદસ્યો અને એક અપક્ષ ઉમેદવાર ઘ્રૃવભાઇ જાદવ સદસ્યો સાથે રહીને બહુમતી મેળવી પ્રમુખ પદે કમરૂદિન વલીભાઇ સિદાણી ને પદે વિજેતા બનાવ્યા હતા.જ્યારે અમદાવાદ-માંડલ તાલુકા પંચાયત મા કોંગ્રેસ ફરી સત્તા મેળવવી છે.પ્રમુખ
તરીકે કોંગ્રેસના જીજીબેન રમુજી ઠાકોર અને બિનહરીફ અને ઉપપ્રમુખ તરીકે પરસનબા
ગજેન્દ્રસિંહ ઝાલા વિજય થયા છે જ્યા માંડલ તાલુકા પંચાયત મા કોંગ્રેસ 13
અને ભાજપના 3 સદસ્યો હતા. ત્યારે દેત્રોજ તાલુકા પંચાયત પણ ભાજપ-કોંગ્રેસના 8-8 સદસ્યો હતા જેમાથી કોંગ્રેસ ના એક  સદસ્ય ગેરહાજર રહેતા
ભાજપે સત્તા મેળવી હતી દેત્રોજ મા પ્રમુખ પદે ભાજપ ના રંજનબા નવુભા સોલંકી ઉપ પ્રમુખ પદે શુશીલાબા લક્ષમાનસિંહ સોલંકી ની બહુ મતે વરણી કરવામાં આવી છે.

Advertisement

:-રિપોર્ટ- પીયૂષ ગજ્જર,વિરમગામ.


Share

Related posts

અમદાવાદના શાહપુરમાં આગ લાગતાં બાળક સાથે માતા-પિતાનાં મોત.

ProudOfGujarat

ઉમરપાડાના બરડી ગામે અને માંગરોળના શાહ ગામે રૂ. ૧૪ કરોડના ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશનોનું ભૂમિપૂજન કરાશે.

ProudOfGujarat

ઉમરપાડામાં હ્યુમન રાઈટ કાઉન્સિલના સભ્યોએ લઠ્ઠાકાંડ નહીં થાય તે માટે નકલી બનાવટી દારૂનું વેચાણ બંધ કરાવવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!