Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના બરડી ગામે અને માંગરોળના શાહ ગામે રૂ. ૧૪ કરોડના ખર્ચે ૬૬ કે.વી. સબસ્ટેશનોનું ભૂમિપૂજન કરાશે.

Share

સુરત જિલ્લાના આદિવાસી વિસ્તારના ખેડૂતો, ગ્રામજનોને સાતત્યપૂર્ણ વીજપૂરવઠો પૂરો પડવાના હેતુથી નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી અને સુરત જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તા.૨૩ મી જાન્યુ. રવિવારે માંગરોળ તાલુકાના શાહ ખાતે રૂ.૬ કરોડના ખર્ચે અને ઉમરપાડાના બરડી ગામે રૂ.૮ કરોડના ખર્ચે સ્થાપિત થનાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરવામાં આવશે. માંગરોળના શાહ ગામના ૬૬ કે.વી. સબસ્ટેશનથી ૧૨ ગામોના ૧૦,૮૧૫ લોકો અને ઉમરપાડાના બરડી ગામના ૬૬ કે.વી. સબસ્ટેશનથી ૧૯ ગામોના ૧૦,૮૧૫ લોકો મળી કુલ ૩૨ ગામોના ૧૯,૦૩૫ લાભાર્થીઓ વીજસુવિધાથી લાભાન્વિત થશે.

૬૬ કે.વી.સબસ્ટેશન સુવિધા ઊભી થવાથી માંગરોળ તાલુકાના શાહ, બોરસદ, ઝાખરડા, વસ્તાન, સુરાલી, વસરાવી, ડુંગરી, ઉમેલાવ, દેગડીયા, ઝગડિયા, રતોલા, વેરાકુઈ એમ કુલ ૧૨ ગામોના ૧૦૮૧૫ લોકોને વીજળીનો લાભ મળશે. જેમાં ૧૨૦૦ ખેતીવાડી ગ્રાહકો, ૯૪૫૦ રહેણાંક ગ્રાહકો, ૫૦ વોટર-વર્કસ, ૧૦૦ વાણિજ્ય એકમો અને ૧૫ ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. જ્યારે ઉમરપાડા તાલુકાના બરડી, અંબાડી, પીનપુર, દરડા, ઘાણાવાડ, દીવતણ, ઉમરગોટ, ચોખવાડા, ઉમરપાડા, ઉચવણ, વેન્જલી, કેવડી, બીલવાણ, શરદા, ગોપલીયા, ગોવટ, ચન્દ્રપાડા, સલ્લી અને હલધરી એમ કુલ ૧૯ ગામોના ૮૨૨૦ લોકોને વીજળીનો લાભ મળશે. જેમાં ૬૦૦ ખેતીવાડી ગ્રાહકો, ૭૨૦૦ રહેણાંક ગ્રાહકો, ૬૦ વોટરવર્કસ, ૩૫૦ વાણિજ્ય એકમો અને ૧૦ ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે કૃષિ,ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

ભરૂચમાં નકલી પોલીસના સ્વાંગમાં ઉઘરાણી: ધમકીઓથી ઘભરાયેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઇ.

ProudOfGujarat

વડોદરાનું ગૌરવ વધારતી ખુશ્બુ પરમાર : દ્રઢ મનોબળ અને સખત પરિશ્રમ દ્વારા ગુજરાતની યુવતીએ આકાશને આંબવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!