Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ પાણી પુરવઠા ના હાંસલપુર જુથના હેડવર્કસ મા નવી એજન્સી થી કોન્ટ્રાક્ટ બદલાતા 70 થી વઘુ કામદારો ને કાઢી મૂકાતા રોષ…

Share

પીયૂષ ગજ્જર રિપોર્ટર વિરમગામ.

વિરમગામ પાણી પુરવઠા ના હાંસલપુર જુથના હેડવર્કસ મા જુના કોન્ટ્રાક્ટ પર હાંસલપુર,શાહપુર,શિયાળ એમ 3 હેડવર્કસ ના 70 થી વઘુ કામદારો છેલ્લા 5-7 વર્ષોથી કામ કરે છે.પરંતુ તાજેતરમા 1 જુલાઇ થી પાણી પુરવઠા મા રાજકોટની નવી એજન્સી પુજા કન્ટ્રક્સન ને કામ સોંપતા જુના કામદારો ને કાઢી મૂકાતાં કામદારો એ હોબાળો મચાવ્યો હતો.અને આ બાબત એ રજુઆત કરી હતી.હાલતો આ મજુર-કામદારો વિરમગામ હાંસલપુર પાસે આવેલ પાણી જુથના હેડવર્કસ બહાર રોષ ઠાલવ્યો હતો. કામદારો ની માંગ એ છેકે એજન્સી ભલે બદલાય હોય પરંતું અમો ઘણા સમય થી કામ કરીએ છીએ તો અમો રોજગારી મેળવવા ક્યાં જઇએ એમ રોષ ઠાલવ્યો હતો.
આ બાબતે વિરમગામ પાણી પુરવઠા ના નાયબ કાર્યપાલક ઈજનેર પ્રિતિબેન ચૌહાણ નો સંપર્ક તેમણે જણાવ્યું હતું કે હાલ ટેન્ડર પ્રમાણે નવી એજન્સી કામ સોંપવામાં આવ્યું છે. તેથી નવા કોન્ટ્રાક્ટ પ્રમાણે કામદારો આવશે એમ જણાવ્યું હતું.
Advertisement

Share

Related posts

ઝઘડિયાના બામલ્લા-ખરચીના 7 શખ્સો કેબલ ચોરીની ટોળકી સાથે ઝડપાયા : રાત્રિના સમયે ખેતરોમાં જઈ બોરવેલના કેબલ કાપી ચોરી કરતા; કેબલ ભરેલો કોથળો અને બે બાઇક જપ્ત

ProudOfGujarat

પંચમહાલ : શહેરાના ચકચારભર્યા કરોડો રૂપિયાના સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં ગોડાઉન મેનેજર ઝડપાતા અનાજ માફિયાઓ પુનઃ ભૂગર્ભમાં.!!

ProudOfGujarat

ભરૂચ, દહેજ બાયપાસ રોડ પાસે આવેલ મુન્શી વિદ્યાધામમાં વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!