Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયાના પોરા ગામના નર્મદા કિનારેથી મગર પકડી વનવિભાગને સોપાયો

Share

આજરોજ ઝઘડિયાના પોરા ગામના સરપંચને નર્મદા કિનારાના કોતરમાં મહાકાય મગર હોવાનું જાણવા મળ્યું હતું. સરપંચે ઝઘડિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસ અને સેવ એનિમલ ટીમનો સંપર્ક કરી મગર હોવાની જાણકારી આપી હતી. રેન્જ ફોરેસ્ટ ઑફિસની ટીમ અને સેવ એનિમલ ટીમના સભ્યો, રાઉન્ડ ફોરેસ્ટ રાજપારડી દવારા અને પેટા વન વિભાગ ભરુચના આર.બી.પટેલના માર્ગ દર્શન હેઠળ ભારે જહેમત બાદ મહાકાય મગરને ઝડપી લીધો હતો. મગરને ઝઘડિયા વન વિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. નર મગરની લંબાઈ ૧૧ ફૂટ થી વધુ છે અને તેનું વજન ૩૩૦ કિલો હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર વી જે તડવી દ્વારા જણાવાયું છે. ઝઘડીયા ના પશુ ચિકિત્સક કુશલ વસાવાએ જણાવ્યું કે નર મગર હાલમાં એકદમ તંદુરસ્ત છે. પોરા થી ઝડપાયેલ મગરને આવતી કાલે કેવડિયાના સરદાર સરોવરના ક્રોકોડાઈલ પાર્ક ખાતે લઇ જવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઓલપાડ તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્તોને નુકશાની વળતર માટે ૧૨ સરવે ટીમો બનાવાઇ કામગીરી શરૂ કરાઈ

ProudOfGujarat

ગોધરા : કોરોનાની મહામારીમાં મદદે આવ્યા કોલેજનાં વિદ્યાર્થીઓ રકતદાન કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું.

ProudOfGujarat

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાનું બીજું પણ સપનુ સાકાર થયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!