Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના પાણેથા અશા રોડ પર ફોરવ્હીલની અડફેટે ચાર ઇસમોને ઇજા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા અશા રોડ પર એક ફોરવ્હિલ ગાડીની અડફેટે ચાર જેટલા ઇસમો જખ્મી થયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઉમલ્લા દવાખાને લઇ જવાયા હતા.

મળતી વિગતો મુજબ ગતરોજ રાતના આઠ વાગ્યાના સમયે અશા પાણેથા માર્ગ પર કેટલાક રાહદારીઓને એક ફોર વ્હિલ ગાડીએ અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ગોવિંદભાઇ વણઝારા, મિતેષ વણઝારા, સરદાર દલાજી વણઝારા તેમજ જતીન વણઝારા નામના ઇસમોને શરીર પર ગંભીર ઇજાઓ થઇ હતી. આ ઇજાગ્રસ્તો પૈકી કેટલાકને માથાના ભાગે, કેટલાકને ખભાના ભાગે તેમજ હાથ પગ પર ફેકચર થતાં તેઓ જખ્મી થયા હતા. અકસ્માત બાદ ગાડીનો ચાલક તેનું વાહન ઘટના સ્થળે મુકીને નાશી છુટ્યો હતો. અકસ્માત બાબતે ગોવિંદભાઇ ભીખાભાઇ વણઝારા રહે.ગામ પાણેથા તા.ઝઘડીયા જિ.ભરૂચનાએ ઉમલ્લા પોલીસમાં અકસ્માત કરી નાશી જનાર વાહન ચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.

Advertisement

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ


Share

Related posts

ભરૂચમાં ડૉ. ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી

ProudOfGujarat

પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને દાહોદ જિલ્લા ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ…

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘનો 13માં વર્ષમાં પ્રવેશ : વાર્ષિક સાધારણ સભામાં દિનેશ અડવાણીની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!